વડોદરામાં રહેતા કિશનના સાળા અને સસરાએ સરકાર સમક્ષ કરી આ માંગ, કહ્યું- આરોપીઓનું…

ધંધૂકાના યુવક કિશન ભરવાડની હત્યા બાદ ગુજરાતભરમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકોએ હત્યારોને કડડમાં કડક સજા કરાવવાની માંગ કરી છે. અનેક લોકોએ કિશન ભરવાડના ઘરે જઈને તેમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. જુવાનજોધ દીકરાના મોત બાદ પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. હજી 20 દિવસ પહેલાં જ દીકરીના પિતા બનેલા કિશનની હત્યાથી પરિવારની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. પત્ની, માતા, બહેન અને પિતાની આંખોમાં આંસુમ કેમેય કરીને રોકાતા નથી. ઝેરોક્સની દુકાન ચલાવી ગુજરાત ચલાવતા કિશનના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડની હત્યા બાદ તેમની સાસરી વડોદરામાં આજે બેસણું યોજવામાં આવ્યું હતું. બેસણાના પગલે કિશનના સસરાના વડોદરા સ્થિત ઘર બહાર આજે સવારથી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કિશનની હત્યાને પગલે સાસરી વડોદરામાં તેના પરિવારજનો અને સમાજના લોકોમાં ઘેરા શોકની લાગણી છે. કિશનના સસરા અને સાળાએ આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરી છે.

વડોદરા શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર ખોડિયારનગર ચાર રસ્તા પાસે સયાજી ટાઉનશીપ નજીક રહેતા કિશન ભરવાડના સસરા જેસંગભાઇ મોતીભાઇ ભરવાડે મિડીયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, કિશનભાઇ મારા જમાઇ થાય છે, તેની ગત 25 જાન્યુઆરીના રોજ ધંધુકામાં બે આરોપીઓએ દગાથી આગળ જતી બાઇક પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી. અમારી માંગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે અથવા તો તેમનું જાહેરમાં એન્કાઉન્ટર કરવામાં આવે. જો આરોપી મૌલવીઓ છે તેમને પણ કડકમાં કડક સજા થવી જોઇએ. આ ઘટનાને માલધારી સમાજ વખોડી કાઢે છે.

મૃતક કિશનના સાળા પ્રકાશભાઇએ ખાનગી મિડીયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલા જ મારી બહેનના તેમની સાથે લગ્ન થયા હતાં, કિશન બોળિયા (ભરવાડ) મારા જીજાજી હતા. 2 જાન્યુઆરીએ તેમના ત્યાં દીકરી (ભાણી)નો જન્મ થયો હતો. વિધર્મીઓ દ્વારા આ જે કૃત્ય કરવામાં આવ્યું છે, ઘણાં મૌલવીઓના નામ આ મામલે ખુલ્યા છે, તેઓ પોતાને ગુરુ માને પણ આતંકીઓ જેવા કૃત્યો કરે છે. તેમાં પાકિસ્તાન સુધી છેડા જોડાયા છે. અમારી સરકાર સમક્ષ એક જ માંગણી છે કે, આરોપીઓનું એન્કાઉન્ટર કરો અથવા તેમને ફાંસીની સજા આપો.

મૂળ લીંબડીના ચૂડા તાલુકાના ચચાણા ગામના રહેવાસી કિશન બોળિયા ધંધૂકાના મોઢવાડા વિસ્તારમાં તેમની પત્ની, માતા-પિતા અને 20 દિવસની દીકરીના પરિવાર સાથે રહેતો હતો. કિશન ભરવાડ પશુપાલન સાથે ઝેરોક્સની દુકાન ચલાવતો હતો. નાનપણથી જ તેઓ ધંધૂકા ખાતે રહેતા હતા. મોઢવાડ વિસ્તારમાં ગલીની અંદર ઘરની 50 મીટર દૂર જ તેની હત્યા કરવામાં આવી હતી

શું ઘટના હતી?
ગયા 25મી જાન્યુઆરીના રોજ ધંધૂકામાં કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. આ ઘટના બહાર આવતા માલધારી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી. જોકે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો.

આ ઘટનાના બે દિવસ બાદ ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારની મુલાકાત લઈને ઝડપી ન્યાયની ખાતરી આપી હતી. પોલીસે પણ કેસની ગંભીરતા પારખીને હત્યામાં સામેલ બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. બાદમાં અમદાવાદ મૌલવીને દબોચી લીધો હતો. કેસમાં હથિયાર પુરા પાડનાર રાજકોટના શખસેને પકડી લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 6 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.

error: Content is protected !!