ચાલુ કાર્યક્રમમાં છેડતી કરવી પડી ભારે, ગાયિકાએ ચખાડ્યો મેથીપાક, ગાયકે બે હાથ જોડી પગે પડી માફી માગી

વલસાડઃ વલસાડ જિલ્લામાં એક મ્યુઝિકલ પાર્ટી દરમિયાન સાથી ગાયક દ્વારા ચાલુ કાર્યક્રમે જ ગાયિકાની છેડતી કરાઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે. ગાયિકા અને તેના પરિવારજનો દ્વારા ગાયકને મેથીપાક ચખાડતા ગાયકની સાન ઠેકાણે આવી હતી. ગાયક દ્વારા બે હાથ જોડી ગાયિકાના પગે પડી માફી માગવામા આવી હતી.

અનેક લોકોની હાજરીમાં છેડતીનો બનાવ બન્યો
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં એક ગાયિકા ગીત ગાઈ રહી છે ત્યારે જ સાથી ગાયક મુકેશ પટેલ તેની નજીક આવે છે અને ગાયિકા સાથે શારીરિક છેડછાડ શરૂ કરે છે. આ સમયે સ્ટેજની આસપાસ અને સામેની તરફ અનેક લોકો હાજર હતા તેમ છતા મુકેશ પટેલે છેડતી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે.

ગાયિકાના પરિવારજનોએ મુકેશ પટેલને મેથીપાક ચખાડ્યો
સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતા જ ગાયિકાના પરિવારજનોએ મુકેશ પટેલને મેથીપાક ચખાડી સાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ગાયિકાના પગે પડી મુકેશ પટેલે માફી માગી
મ્યુઝિકલ પાર્ટીના કાર્યક્રમમાં છેડતીના વીડિયોની સાથે મુકેશ પટેલ દ્વારા ગાયિકાની માફી માગવામા આવી રહી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં મુકેશ પટેલ બે હાથ જોડી અને ગાયિકાના પગે પડી માફી માગતો જોવા મળી રહ્યો છે. સાથે માફી પણ માગી રહ્યો છે કે આજ પછી કયારેય છેડછાડ કરશે નહીં.

આ સમગ્ર મામલે હજી સુધી કોઈ ફરિયાદ નહીં
વલસાડના સોશિયલ મીડિયામાં આ સમગ્ર મામલાના ત્રણ વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. પરંતુ, આ મામલે હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી કરવામા ના આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે.

error: Content is protected !!