માતાએ યુવતીને ઘરે બોલાવી, પુત્રે રૂમમાં લઈ જઈ પીંખી નાખી, ગુજરાતની હચમચાવી દેતી ઘટના

સુરતના અડાજણમાં કિશોરી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, જેમાં ચોંકાવનારી બાબત એ છે કે આરોપી મહિલાએ કિશોરીને ઘરે બોલાવી હતી. ત્યાર બાદ કિશોરીને પુત્રના હવાલે કરી દીધી હતી. પુત્રએ તેને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને રૂમની બહાર માતા પહેરો ભરી રહી હતી. માસૂમ દીકરીને વાસનાનો શિકાર બનાવી પીડિત પરિવારને મારી નાખવાની ધમકી મળતાં અડાજણ પોલીસે માતા-પુત્રની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.

કિશોરીની મેડિકલ તપાસ કરાશે
અડાજણ પોલીસે જણાવ્યું હતું કે ઘટના એલપી સવાણી રોડ પર આવેલા એસએમસી આવાસમાં બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપી રાજ રવિ કહાર અને તેની માતા વનિતા કહારની અટક કરી તપાસ શરૂ કરાઇ છે. કિશોરીની મેડિકલ તપાસ બાદ વધુ કહી શકશે.

લગ્ન નહીં કરે તો હું મરી જઈશ, એવું કહી કિશોરીને ધમકાવતો
તેણે વધુમાં જણાવ્યું હતું કે રાજ કહારના ઘર પાસે રહેતી કિશોરી સાથે પ્રેમસંબંધ હતો. આરોપી રાજ કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી ધમકાવતો હતો કે મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઈશ. 14મીએ બપોરના સમયે આરોપીની માતા વનિતા કહારે સુનીતાને ઈશારો કરી પોતાના ઘરે બોલાવી હતી. પછી પુત્ર સાથે કિશોરીને ઘરના રૂમ મોકલી દીધા હતા. ત્યાર બાદ દરવાજા પર પોતે પહેરો ભરતી હતી. રાજે જબરદસ્તી રૂમમાં કિશોરી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

પીડિત અને તેના પરિવારને મારવાની ધમકી આપી
કિશોરીએ પોતાના પરિવારને તમામ હકીકત જણાવતાં માતા-પુત્રએ કિશોરી અને તેના પરિવારને માછીવાડમાંથી માણસનો બોલાવી મારવાની ધમકીઓ આપી હતી. જોકે આ સમગ્ર મામલે કિશોરીનાં પરિવારજનોએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી રાજ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી માતા-પુત્રની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!