બે બહેનોએ રડતી આંખે પિતાની અર્થીને કાંધ આપી મુખાગ્ની આપી, સૌ કોઈ રડી પડ્યા

બેચરાજી તાલુકાના મોઢેરા ગામના નિવૃત સરકારી કર્મચારીનું મૃત્યુ થતાં તેમની બે દિકરીઓએ ભિની આંખે પોતાના પિતાની અર્થીને કાંધ આપી હતી, ને ભાઈની ખોટ વર્તવા દીધી ન હતી. આ દ્રશ્ય નિહાળીને સગાસંબંધીઓ અને આસપાસના ગ્રામજનો સૌ કોઈના આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા.

મોઢેરા ગામના વતની અને સરકારી તંત્રમાંથી નિવૃત કર્મચારી શિવરામભાઈ હિરદાસભાઈ પટેલ (80 વર્ષ )ના ધર્મપત્નીનું 6 વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેઓ મહેસાણામાં મોઢેરા રોડ પર આવેલ પરમાત્મા સોસાયટીમાં રહેતા તેમની દિકરી અને મહેસાણા પાલિકાના પૂર્વ કોર્પોરેટર સોનલબેન દિનેશભાઈ પટેલના ઘરે તેમના પરિવાર સાથે બાકીનું જીવન આનંદથી ગુજારી રહ્યા હતા.

આ દરમિયાન શુક્રવારે તેઓનું અચાનક મૃત્યું થતાં પરિવારમાં શોક ગરકાવ થયો હતો.તેમનો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વતન મોઢેરા લઈ જવાયો હતો. વૃધ્ધને સંતાનમાં દિકરો ન હોવાથી અંતિમયાત્રાની જવાબદારી તેમની બે દિકરીઓ સોનલબેન અને હસુબેન શિવરામભાઈ પટેલ ઉપર આવી હતી.

જયારે મોઢેરાના ઘરેથી તેમની અંતિમયાત્રા નીકળી ત્યારે અશ્રુભિની આંખે વૃધ્ધની બન્ને દિકરીઓએ પોતાના પિતાની અર્થીને કાંધ આપીને ભાઈ ના હોવાના અહેસાસ થવા દીધો ન હતો અને તેમની ફરજ નિભાવી હતી. જયાં અંતિમયાત્રામાં જોડાયેલા સૌ હાજર લોકો ક્ષણભર માટે લાગણીવશ બની ગયા હતા.

error: Content is protected !!