જામનગરમાં 50 વર્ષનો ઢગો 15 વર્ષની કિશોરીને ફોસલાવી તળાવના ખૂણામાં એકાંતમાં લઈ ગયો અને પછી…
જામનગરઃ જામનગરના એક વિસ્તારમાં રહેતી એક સગીરા પર તેની પિતાની ઉમરના શખ્સે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની અને શારીરિક અડપલાં કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા આરોપી દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભોગ બનનારના પિતા દ્વારા નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી
નરાધમે લાખોટા તળાવ પર સગીરા સાથે અડપલાં કર્યા
55 વર્ષીય ભાયા આંબલિયા નામના નરાધમે લાખોટા તળાવ પર સગીરાને લઈ જઈ જાહેરમાં શારિરિક અડપલાં કર્યા હતા.
આ ઉપરાંત અવારનવાર સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ખુલાસો થતા પોલીસ દ્વારા પિતાની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરવામા આવી છે.
સિક્યુરિટીની સતર્કતાના કારણે મામલો બહાર આવ્યો
આરોપી ભાયા આંબલિયા જ્યારે લાખોટા તળાવ પર સગીરા સાથે અડપલાં કરી રહ્યો હતો ત્યારે જ લાખોટા તળાવના સિક્યુરિટીનું ધ્યાન જતાં પોલીસને જાણ કરવામા આવી હતી.
પોલીસે આવી પૂછપરછ કરતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. અંતે આ મામલે ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.