જાદુ-ટોટકાના આરોપમાં એક જ પરિવારના 7 લોકોને ચોકમાં બાંધીને માર્યો ઢોર માર, વૃદ્ધો સહિત 5ની સ્થિતિ ગંભીર

મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં જાદુ-ટોણાનો આરોપ લગાવી ગ્રામીણોએ 7 લોકોને એક સાથે બાંધીને ચાર ચોકમાં ઢોર માર માર્યો છે. જેમાં 4 મહિલાઓ અને 3 વૃદ્ધો છે. વૃદ્ધો સહિત 5ની સ્થિતિ ગંભીર છે. જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની તસવીર સામે આવ્યા બાદ પોલીસે 12 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

જાહેરમાં માર મારવાની આ ઘટના તેલંગાના-મહારાષ્ટ્ર સરહદ પર આવેલા વાની ખુર્દ ગામની છે. ગ્રામીઓએ એક પરિવારને ચોક પર બાંધી દીધો અને ઢોર માર મારવા લાગ્યા. આખો પરિવાર છોડવા માટેની આજીજી કરતો રહ્યો, પરંતુ એક પણ વ્યક્તિ તેમની મદદ માટે આગળ ન આવ્યો.

આ ઘટના પછી ગામમાં પોલીસની એક ટીમ તહેનાત કરી દેવાઈ છે. સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ કોઈની બહારની વ્યક્તિને ગામમાં પ્રવેશવા દેવામાં આવે છે. ડૉ. નરેન્દ્ર દાભોલકરની સંસ્થા મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ સાથે જોડાયેલાં કેટલાંક સામાજિક કાર્યકર્તા ગામમાં પહોંચ્યા અને લોકોને અંધવિશ્વાસ સામે જાગરુત કરવાનો પ્રયાસ પણ કર્યો.

સહાયક પોલીસ નિરીક્ષક સંતોષ અંબિકેએ જણાવ્યું કે, ‘વાની ગામમાં થયેલી આ ઘટના પછી તાત્કાલિક શાંત વ્યવસ્થાને લઈને ગામના સરપંચ અને પોલીસ ટીમની સાથે એક બેઠક મળી હતી. અમે ગામમાં પર્યાપ્ત સુરક્ષા કર્મચારી તહેનાત કરી દીધા છે. હાલ તમામ આરોપી ફરાર છે અને ટૂંક સમયમાં જ તેઓની ધરપકડ કરાશે.’

error: Content is protected !!