આને કહેવાય નસીબ…! અમદાવાદમાં ટેમ્પો ચાલકને વેક્સિનના લકી ડ્રોમાં લાગ્યો IPhone

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં તારીખ 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેનાર લાભાર્થીઓને રૂપિયા 70,000નો આઈફોન આપવાની જાહેરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. લકી ડ્રો મારફતે આ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બહેરામપુરા વિસ્તારમાં રહેતા અને લોડિંગ ટેમ્પો ચલાવતા કિશન મકવાણા નામના વ્યક્તિને લકી ડ્રોમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને આઈફોન આપવામાં આવ્યો હતો.

આધારકાર્ડ પરથી સરનામું શોધી ચાલકના ઘરે પહોંચ્યાં
કોર્પોરેશન દ્વારા કિશનને ફોન કરી અને તેઓને વેક્સિનના લકી ડ્રોમાં આઈફોન લાગ્યો છે. તેવો કોર્પોરેશન તરફથી ફોન કરી જાણ કરવામાં આવી તો તેઓને વિશ્વાસ થયો ન હતો. બાદમાં કોર્પોરેશનના અધિકારીઓ તેઓના આધારકાર્ડ પરથી સરનામું શોધી અને તેમના ઘરે ગયા હતા. આજે મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિગ ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરુણસિંહ રાજપૂતના હાથે તેઓને આઈફોન આપવામાં આવ્યો હતો.

પછી વાત કરું કહીં ફોન કાપી નાખ્યો હતો
કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેનાર અને IPhoneના લકી ડ્રોમાં આઈફોન જીતનાર અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા કિશન મકવાણા નામના યુવકે જણાવ્યું હતું કે, એક ડિસેમ્બરના રોજ તેઓએ કોરોના વ્યક્તિ નો બીજો લીધો હતો. 1 અઠવાડિયા પહેલા જ્યારે ડ્રાઇવિંગ કરતા હતા. ત્યારે એક ફોન આવ્યો હતો કે, કોર્પોરેશનમાંથી તેઓ આઇફોનના લકી ડ્રોના વિજેતા જાહેર થયા છે અને તેઓને આઈફોન લાગ્યો છે તેઓ તેમ જણાવ્યું હતું, ત્યારે તેઓએ હાલમાં ડ્રાઇવિંગ કરે છે પછી વાત કરું એમ કહી ફોન મૂકી દીધો હતો. તેઓને લાગ્યું હતું કે આ કોઈ ફ્રોડ કંપની દ્વારા ફોન કરવામાં આવ્યો હશે. જેથી તેઓએ સામે પરત કોઈ ફોન કર્યો ન હતો.

અધિકારીઓ ઘરે પહોંચ્યા ત્યારે વિશ્વાસ આવ્યો
કોર્પોરેશન દ્વારા છ-સાત કલાક સુધી રાહ જોવામાં આવી હતી પરંતુ તેઓનો કોઈ ફોન આવ્યો ન હતો બાદમાં કોર્પોરેશનને ફરી એક વાર ફોન કર્યો પરંતુ તેઓનો ફોન બંધ આવ્યો હતો. જ્યારે તેમના ઘરે કોર્પોરેશનના અધિકારીઓ આવ્યાં અને તેમણે જણાવ્યું કે, આ સાચી હકીકત છે ત્યારે તેઓને વિશ્વાસ બેઠો હતો કે ખરેખર તેઓને લકી ડ્રોમાં આઈફોન લાગ્યો છે અને આજે તેઓ કોર્પોરેશનનો આભાર માને છે.​​​​​​​

મેયરના હસ્તે IPhone આપવામાં આવ્યો
કોર્પોરેશન દ્વારા તેઓને લકી ડ્રોમાં નંબર લાગ્યો હોવાથી IPhone આપવાનું હતો તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેઓના આધાર કાર્ડમાંથી સરનામું શોધી અને તેઓના ઘરે પહોંચી ગયા હતા. કોર્પોરેશન તરફથી તેઓને ફોન લાગ્યો હોવાનો વિશ્વાસ આપી અને સમજાવતા આજે સ્ટેન્ડિંગ કમિટી બાદ તેઓ પરિવાર સાથે કોર્પોરેશન આવ્યા હતા અને મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓના સાથે તેઓને IPhone આપવામાં આવ્યો હતો.

error: Content is protected !!