વિદ્યાર્થીએ કરી આત્મહત્યા:સુસાઇડ નોટમાં લખ્યું- પપ્પા, તમે જિદ્દી હતા અને મા લાચાર, I Quit
ઈન્દોરમાં નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરિટી (NVDA)ના ઓફિસરના દીકરાએ બુધવારે રાત્રે ગળેફાંસો દઈ આપઘાત કર્યો છે. તેણે બે પેજની સુસાઈડ નોટ છોડી છે. મૃતક સાર્થકે પપ્પાને જિદ્દી અને માને લાચાર ગણાવી. પોલીસનું માનવું છે કે તે ડિપ્રેશનમાં હતો. 19 વર્ષીય વિજયવત સ્કીમ નંબર-78માં રહેતો હતો. પિતા બ્રજેશ કુમાર NVDAમાં એડિશનલ ડાયરેક્ટર છે.
સોરી! અને હવે શું બોલી જ શકું છું. જે આશાઓ સાથે JEEની તૈયારી કરી હતી એના તૂટવાની સાથે જ બધું બગડવા લાગ્યું. વિચાર્યું હતું કે કેમ્પસ જઈશ, એન્જોય કરીશ પણ ક્યાં આ ઓનલાઈન એસાઈન્મેન્ટમાં ફસાઈ ગયો. કદાય ટાળી શકાતું હતું. ઘણા લોકો પાસે તક હતી, પરંતુ કશું ન કર્યું. કદાચ કોઈ બહારનું કારણ હશે. હવે હિંમત નથી પ્રોબ્લમ્સનો સામનો કરવાની અને આગળ જીવવાનું કોઈ કારણ નજરે આવી રહ્યું નથી.પરિવાર પણ શાનદાર છે. પપ્પા જિદ્દી, મા લાચાર અને માસૂમ. કોને -કોને સંભાળું.
પપ્પા તમારે પરિવાર સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવાની જરૂર હતી. અમારી સાથે વાત કરવાની હતી. જેટલી વાતો તમારાં ભાઈ-બહેનો સાથે કરો છો એની અડધી પણ જો અમારા સાથે કરી હોત તો ચાલી જાત. મમ્મી સમજી શકું છું કે તમે એકલા પડી જશો, પરંતુ હવે સહન નથી થતું. સોરી મમ્મી. સૌથી પાછળ લખ્યું- મન હતું લખવાનું તો લખી નાખ્યું- I Quit સાર્થકે સુસાઈડ નોટમાં દેવેન્દ્ર કાકા અને રાજુ કાકાનો ઉલ્લેખ કર્યો છે. એ સાથે તેણે પોતાના કોચિંગ અને મિત્ર વિશે પણ લખ્યું છે.