પહેલા બનાવી ગર્લફ્રેન્ડ ને પછી પત્ની, લગ્નના માત્ર 3 મહિના બાદ ભર્યુ એવું પગલું કે તમે પણ અંદરથી ધ્રુજી જશો

એવું કહેવાય છે કે પતિ-પત્ની વચ્ચે જન્મોજન્મનો સંબંધ હોય છે, જે એકબીજાને તમામ સુખ-દુઃખમાં સાથ આપતા હોય છે. પરંતુ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક હૃદય કંપાવનારી ઘટના ઘટી છે જેમાં એક ક્રૂર પતિએ લગ્નના માત્ર 3 મહિના બાદ જ પત્નીની નિર્મમ હત્યા કરી હતી. જે પછી આરોપીએ પોલીસ સ્ટેશન પહોંચી સરેન્ડર કર્યું હતું. પોલીસે જણાવ્યું કે, પારિવારિક વિવાદ બાદ આરોપીએ આ હત્યા કરી હતી.  આ બનાવ થોડા સમય પહેલાનો છે. પતિ હાલ જેલની હવા ખાઈ રહ્યો છે.

કૂતરાને બાંધવાની ચેઈન વડે કરી હત્યા
આ ઘટના ઈન્દોર શહેરના જાવરા કમ્પાઉન્ડ વિસ્તારમાં ઘટી. જ્યાં હર્ષ નામના યુવકે 22 વર્ષીય અંશુ શર્માને મોતને ઘાટ ઉતારી હતી. આરોપી એટલી હેવાનિયત પર ઉતર્યો હતો કે તેણે કૂતરા બાંધવાની ચેન વડે પહેલા પત્નીનું ગળું દબાવ્યું અને પછી એક પછી એક ચાકુ વડે પત્નીના પેટ પ્રહાર કરી મૃતદેહને લોહીથી લથપથ કરી દીધું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.

ગર્લફ્રેન્ડ જ બની પત્ની પરંતુ 3 મહિનામાં જ…
પોલીસે જણાવ્યું કે, હર્ષ અને અંશુ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ત્યાં જ બંને પ્રથમવાર એકબીજાને મળ્યા હતા. મિત્રતા બાદ તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. અમુક જ દિવસોમાં આજીવન સાથે રહેવાનો નિર્ણય પણ કરી લીધો. બંનેએ 3 મહિના પહેલા એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા. જે પછી મૃતક યુવતી અંશુ પોતાના પરિવારજનોને જણાવ્યાં વગર પતિ સાથે રહેવા લાગી હતી.

મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, જ્યારે તેમની દીકરી અચાનક ગુમ થઈ તો તેમણે પોલીસ ફરિયાદ પણ કરી હતી. જોકે કોઈ કાર્યવાહી થઈ નહોતી. પરિવારજનોએ અંશુને ઘણું સમજાવી કે હર્ષ યોગ્ય છોકરો નથી પરંતુ તે માની નહીં અને અંતે પરિણામ એવું આવ્યું કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.

error: Content is protected !!