આ હોટલની છત પર લટકાવવામા આવ્યા છે લાખો રૂપિયા, પરંતુ કોઈ એની ચોરી કરી શકે એમ નથી, કારણ છે કંઈક આવું

વિશ્વમાં કેટલીક જગ્યા અજીબોગરીબ હોય છે. તેના વિશે જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. પેંસકોલા ફ્લોરિડામાં મેકગ્યુઅર પબ પણ તે અજીબોગરીબ જગ્યામાંથી એક છે. આ પબનું ડેકોરેશન તેને સૌથી ખાસ અને અલગ બનાવે છે. તેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

દુનિયામાં સૌથી ખાસ છે મેકગ્યુઅર પબ
સામાન્ય રીતે પબમાં જઈને લોકો ડાન્સ અને હેંગઆઉટ કરે છે, પરંતુ દુનિયામાં એક પબ એવું પણ છે, જ્યાં લોકો રૂપિયા જોવા માટે આવે છે. મેકગ્યુઅર પબની છત પર લાખોની કિંમતની નોટ લટકે છે. તેને જોઈને તમારા મનમાં ચોરી કરવાનો વિચાર ચોક્કસપણે આવશે. જો કે, એ વાત જુદીછે કે ચોરી કર્યા બાદ પણ તમે આ રૂપિયા ખર્ચ કરી શકશો નહીં અને હા, આ નોટ એકદમ અસલી છે.

મેકગ્યુઅર પબ વિશ્વમાં પ્રખ્યાત છે
મેકગ્યુઅરનો આ આઈરિશ પબ ફ્લોરિડામાં છે. તેની ગણતરી પેંસકોલાની કેટલીક ફેમશ રેસ્ટોરાંમાં થાય છે. તેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. તેનું કારણ અહીંની સર્વિસની સાથે અહીં લટકતી લગભગ 20 લાખ (2 મિલિયન ડોલર)ની અસલી નોટ પણ છે. અનોખી સજાવટના કારણે રેસ્ટોરાંની ચર્ચા ફ્લોરિડા અને તેની બહાર પણ થઈ રહી છે.

1977થી આ પરંપરા શરૂ થઈ
આ રેસ્ટોરાંને વર્ષ 1977માં માર્ટિન મેકગ્યુઅર અને તેમની પત્ની મોલીએ શરૂ કરી હતી. રેસ્ટોરાં બિઝનેસમાં આવ્યા બાદ જ્યારે પહેલા કસ્ટમરે તેમને ટિપ તરીકે 1 અમેરિકન ડોલર આપ્યા તો મોલીએ તેના પર તારીખ અને સાઈન કરી અને બાદમાં ગુડ લક તરીકે લટકાવી દીધી. જ્યારે લોકોએ પહેલી ટિપને સુંદર રીતે આ અંદાજમાં જોઈ તો ત્યારે તેઓએ પણ તેમાં ઓટોગ્રાફ સાથે વધુ નોટ લટકાવવાનું શરૂ કર્યું. ત્યારથી કલેક્શન વધતું જ રહ્યું છે.

દૂર-દૂર સુધી માત્ર પૈસા દેખાશે
આ પબ 15000 ચોરસ ફૂટ (આઈરિશ પબ એરિયા)માં છે. આ સંપૂર્ણ એરિયાની છત પર ડોલર જ ડોલર લટકતા જોવા મળે છે. જ્યારે અહીં જગ્યાં ડોલરથી ભરાઈ ગઈ તો આ ટોકનને દિવાલ પર પણ લટકાવવામાં આવી. 1999માં આ પબના માલિકે જણાવ્યું હતું કે, તેઓ આ ડોલર્સની કિંમતના હિસાબથી ટેક્સ પણ આપે છે.

ડેકોશરન પર લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા
ફ્લોરિડાના આ પબમાં લગભગ 20 લાખ રૂપિયાની કિંમતના 1 લાખ 75 હજાર અમેરિકન ડોલર માત્ર ડેકોરેશન માટે લગાવવામાં આવ્યા છે. અહીં આવતા લોકોને ઘણી વાર આ ડોલર ઘરે લઈ જવાનો વિચાર આવ્યો હશે, પરંતુ તેઓ આવું કરતા નથી. જો કે આ અગાઉ એક વખત ચોરી થઈ છે. પબના એક કર્મચારીએ અહીંથી 5000 અમેરિકન ડોલર દીવાલ પરથી કાઢી લીધા હતા. ઘણા લોકો તેમાંથી નોટ કાઢીને તેનો ખર્ચ કરવાનો પણ પ્રયાસ કરી ચૂક્યા છે.

સરળ નથી નોટનો ઉપયોગ કરવો
ચોરી કરીને લઈ જવામાં આવેલી નોટનો માર્કેટમાં ઉપયોગ કરવો મુશ્કેલ છે. આ નોટ પર તારીખ અને સિગ્નેચર હોય છે. આવી સ્થિતિમાં બ્લેક માર્કરથી લખવામાં આવેલી નોટ તરત ઓળખાઈ જાય છે અને તેને માર્કેટમાં ખર્ચ કરવી મુશ્કેલ થઈ જાય છે. દરેક વ્યક્તિને રેસ્ટોરાંની આ રિત ખબર છે. આવી સ્થિતિમાં ઘણી વખત પોલીસ ચોરી કરવામાં આવેલી નોટને પણ પાછી આપી ચૂકેલી છે. મેકગ્યુઅર રેસ્ટોરાંની સફળતા બાદ તેના માલિકે ફ્લોરિડાના જ ડેસ્ટિનમાં બીજી રેસ્ટોરાં ખોલી છે, જેમાં લાખો રૂપિયા ટિપ તરીકે લટકાવવામાં આવ્યા છે.

error: Content is protected !!