પરિણીતાને ફોન કરીને હેરાન કરતા યુવાનને બોલાવી જાહેરમાં ચખાડ્યો મેથીપાક, કહ્યું:’મારી ભૂલ થઇ ગઇ, જિંદગીમાં આવુ કામ નહીં કરૂ’

વડોદરાઃ વડોદરામાં વિધર્મી યુવાન દ્વારા પરિણીતાને હેરાન કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરા જિલ્લાના કરજણના ગણપતપુરા ગામના રહેવાસી વિધર્મી યુવક ઇમરાન મન્સૂરી વડોદરાની મહિલાને ફોન કરીને હેરાન કરતો હતો. જેથી યુવાન પરિણીતાએ પતિ સાથે મળીને ફોન પર અશ્લીલ માગણી કરનાર વિધર્મી રોમિયોને વડોદરાના છેવાડે આવેલી સેવાસી ચેકપોસ્ટ પાસે મળવા માટે બોલાવ્યો હતો. જ્યાં પરિણીત મહિલાને મળવા આવેલા વિધર્મી રોમિયોને પરિણીત મહિલા અને તેના પતિએ મેથીપાક ચખાડ્યો હતો.

યુવાન રાત્રે 1 વાગ્યા સુધી ફોન કરીને સતત હેરાન કરતો હતો
મહિલાએ જણાવ્યું હતું કે, આ યુવાનનો મારા મોબાઇલ પર ફોન આવ્યો હતો. મેં એને બીજી વાર ફોન ન કરવા માટે કહી દીધુ હતું. તેમ છતાં રોજેરોજ ફોન કરીને મને હેરાન કરતો હતો. રાત્રે 1 વાગ્યા સુધી ફોન કરીને સતત હેરાન કરતો હતો. જેથી મે મારા પતિને જાણ કરી હતી કે, મુસ્લિમ આ યુવાન ફોન કરીને મને હેરાન કર્યાં કરે છે. ત્યારબાદ મારા પતિના કહેવાથી મે તેને આજે અહીં મળવાના બહાને બોલાવ્યો હતો.

યુવકે કહ્યું: મેં ફોન કર્યો એ મારી ભૂલ થઇ ગઇ છે
કરજણના ઇમરાન મન્સૂરીએ જણાવ્યું હતું કે, મેં ફોન કર્યો એ મારી ભૂલ થઇ ગઇ છે, તે મારી મા સમાન છે, મારી જિંદગીમાં આવુ કામ નહીં કરૂ. હું તેમને 3થી 4 દિવસથી હેરાન કરતો હતો. મને માફ કરી દો.

error: Content is protected !!