દીકરીને લઈને ભારત પોતાના મા-બાપની પાસે આવવા માગે છે ક્રિકેટર હસન અલીની પત્ની, જાણો શું કામ?

ICC T20 World Cup 2021 માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતા પાકિસ્તાનને બીજી સેમિફાઇનલ (AUS vs PAK) મેચમાં 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હા, પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલીનો આ મેચમાં ઘણો ખરાબ દિવસ રહ્યો અને તેણે પ્રથમ બોલિંગની 4 ઓવરમાં 44 રન આપ્યા. તો, બીજી ઇનિંગમાં ફિલ્ડિંગ કરતી વખતે તેણે 18.3 ઓવરમાં મેથ્યુ વેડનો કેચ છોડ્યો. આ પછી મેથ્યુ વેડે સતત ત્રણ સિક્સર ફટકારીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી એટલું જ નહીં, પાકિસ્તાનની આશાઓ ઉપર પાણી ફેરવી દીધુ.

તો, આ હાર પછી, ગુસ્સે ભરાયેલા પાકિસ્તાની ક્રિકેટ ચાહકોએ હસન અલી પર કટાક્ષ કર્યો. ગુસ્સે થયેલા ચાહકોએ તેની સાથે સાથે તેની પત્ની અને તેમની નાની પુત્રીને પણ અપશબ્દો કહ્યા હતા. નોંધનીય છે કે T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચ ગુરુવારે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.

પહેલાં બેટિંગ કરતા પાકિસ્તાને 4 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ હાંસલ કરીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. 18.3 ઓવરમાં હસન અલી દ્વારા મેથ્યુ વેડનો કેચ ચુકી ગયો, ત્યારબાદ તેણે સતત ત્રણ સિક્સર ફટકારીને મેચનો અંત ખતમ કરી હતી.

પાકિસ્તાનની હાર બાદ હસન અલીને સતત ધમકીઓ મળી રહી છે. તેણે ભારતની પુત્રી સામિયા આરઝૂ સાથે લગ્ન કર્યા છે. બંનેને એક નાનું બાળક પણ છે. હવે હારથી નારાજ કેટલાક ફેન્સ હસન સાથે તેની પુત્રી અને તેની પત્નીને નિશાન બનાવી રહ્યા છે. આ ધમકીઓને કારણે સામિયા પરેશાન છે. તેણે સોશિયલ મીડિયા પર દીકરી સાથે ભારત આવવાની વાત પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સામિયાએ એક ટ્વિટમાં લખ્યું હતું કે, “કેટલાક બેશરમ પાકિસ્તાની ફેન્સે અમારી દીકરીને પણ નિશાન બનાવી અને તેને નુકસાન પહોંચાડવાની ધમકી આપી. જો અહીં પાકિસ્તાનમાં મને અમારી સુરક્ષા માટે ઉચ્ચ અધિકારી તરફથી કોઈ ખાતરી નહીં મળે, તો હું સુરક્ષા માટે હરિયાણામાં મારા માતા-પિતા પાસે જઈશ.”

આટલું જ નહીં, સામિયાએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, “હું પાકિસ્તાનના લોકોને અપીલ કરું છું કે ભલે હું ભારતીય છું, હું RAWની જાસૂસ નથી. મારા પતિએ એટલા માટે કેચ છોડ્યો નથી, કારણ કે તે શિયા છે, તેથી અમને સુરક્ષિત રહેવા દો અને અમારા પર હુમલો ન કરો.”

પરંતુ સમિયાએ પોતે આ વાતને ખોટી ગણાવી અને કહ્યું કે તે બિલકુલ સુરક્ષિત છે. આ તમામ ટ્વિટ તેના નામે બનાવેલા ફેક એકાઉન્ટમાંથી કરવામાં આવી હતી. આવા સમાચારો પર વિશ્વાસ કરવાની બિલકુલ જરૂર નથી.

error: Content is protected !!