માત્ર 10 જ દિવસમાં હસતો-ખેલતો પરિવાર વિખેરાઈ ગયો, કારણ જાણી હચમચી જશો

હરિયાણાઃ ફક્ત થોડા જ દિવસોમાં એક પરિવારના ત્રણ સભ્યોએ પોતાની જીંદગી ખતમ કરી દીધી. હરિયાણાના ગુરુગ્રામમાં રહેતો આ પરિવાર તાજેતરમાં જ એક ફ્લેટમાં શિફ્ટ થયો હતો. આ દંપતી એક સારી કંપનીમાં કામ કરતુ હતુ અને તેમની બે પુત્રી પણ હતી. જે અભ્યાસ કરતી હતી. તો, બે અઠવાડિયા પહેલા અચાનક જ ઘરના મુખિયાએ આત્મહત્યા કરી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી ત્યારે મહિલાએ તેની એક પુત્રી સાથે મળી આત્મહત્યા કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાના પતિએ બે અઠવાડિયા પહેલા એક હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. જ્યાં તે આત્મહત્યા કરવા ગયો હતો. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ હતી અને આત્મહત્યા પાછળનું કારણ શોધવામાં વ્યસ્ત હતી. પોલીસે મહિલા અને તેની પુત્રીનું નિવેદન પણ લીધું હતું. તો, આ ઘટનાના બે અઠવાડિયા પછી, મહિલાએ તેની એક પુત્રી સાથે ઘરે આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસને બંનેના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા છે. તે ગુરુગ્રામ શહેરના સેક્ટર 67 માં પોશ કોલોની વર્ધમાન મંત્ર સોસાયટીના ફ્લેટ નંબર 301માં રહેતા હતા. આ ફ્લેટ તેમણે થોડા સમય પહેલા ભાડા પર લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ પતિ-પત્ની ઘણા પૈસા કમાતા હતા. પરિવારના મુખિયા હરિ શેટ્ટી ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા. તો, તેની પત્ની વીણા એક ખાનગી કંપનીના સેલ્સ વિભાગમાં નોકરી કરતી હતી. તેની એક પુત્રી એમબીએનો અભ્યાસ કરતી હતી. જ્યારે બીજી પુત્રી કાયદાનો અભ્યાસ કરે છે. જે બહાર રહે છે. પોલીસે તેને જાણ કરી છે.

હરિ શેટ્ટી પરિવાર સાથે રહેવા માટે 6 મહિના પહેલા આ ફ્લેટમાં આવ્યો હતો. 6 જુલાઈએ હરિ શેટ્ટી એક હોટલમાં ગયો હતો. જોકે, થોડા સમય બાદ પરિવારને તેની આત્મહત્યાના સમાચાર મળ્યા હતા. જેના કારણે આખો પરિવાર ખરાબ રીતે તૂટી ગયો હતો. આ દરમિયાન હવે માતા અને પુત્રીએ પણ પોતાનું જીવન સમાપ્ત કરી લીધું છે. હવે પોલીસ પરિવારના ત્રણ સભ્યોના મોત પાછળનું કારણ જાણવા પ્રયાસો કરી રહી છે. પોલીસે માતા-પુત્રીની ડેડબોડી કબ્જે લઈ તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા 46 વર્ષની હતી અને તેમની પુત્રી 24 વર્ષની હતી. પુત્રીનું નામ યશિકા હતું. યશિકાનો મૃતદેહ બેડરૂમમાંથી મળી આવ્યો હતો. જ્યારે તેની માતાની લાશ બાથરૂમમાં હતી. પોલીસ આ મામલે દરેક પાસાની તપાસ કરી રહી છે. હાલ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

error: Content is protected !!