પતિએ પત્નીની હત્યા કરીને મોતને વ્હાલું કર્યુ, રહસ્ય પરથી પડદો ઉઠ્યો તો સૌ કોઈ રહી ગયા હતપ્રત

શહેરના મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ સરોજની હત્યાનો મામલો હવે ઉકેલાવાને બદલે જટિલ બની રહ્યો છે. એક તરફ સરોજની હત્યા કર્યા બાદ તેના પતિએ આત્મહત્યા કરી લીધી હોવાની વાત પર પહેલાથી જ પડદો ઉંચકાયો છે. પરંતુ હવે આ સમગ્ર મામલે વધુ એક વ્યક્તિનું નામ સામે આવી રહ્યું છે. સરોજના સસરાએ પોતે આ વ્યક્તિ વિશે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે સરોજ અને તેના પુત્ર ધર્મેન્દ્ર વચ્ચેના સંબંધો સારા નહોતા ચાલી રહ્યા કારણ કે તેની પુત્રવધૂના બીજા-પુરુષ સાથે સંબંધો હતા. સરોજના સસરા મહાવીર પ્રસાદે પણ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ રીતે ખુલ્યુ રહસ્ય
મહાવીર પ્રસાદે પોલીસને જણાવ્યું કે, સરોજની 2010માં પોલીસમાં ભરતી થઈ હતી. ત્યારથી તેની ફરજ ફરીદાબાદ હતી. પતિ-પત્ની બંને પોલીસ લાઈનમાં રહેતા હતા અને ધર્મેન્દ્ર ટેક્સી ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. તો સરોજ પાસે બીજી કાર હતી જે તે પોતે જ ચલાવતી હતી.

આ દરમિયાન એક વખત મહાવીર પ્રસાદ સરોજની કાર લઈને ગામ ગયા હતા. તે જ સમયે સરોજના ગેરકાયદેસર સંબંધની જાણ થઈ હતી. મહાવીરને સરોજની કારમાંથી ડેબિટ કાર્ડ મળ્યું જે અન્ય વ્યક્તિનું હતું.

આ કાર્ડ પ્રવીણ ચંદેલાના નામે હતું. જ્યારે મહાવીર પ્રસાદને તેમના સ્તરે તપાસ કરી ત્યારે બંને વચ્ચે ગેરકાયદેસર સંબંધ હોવાનું બહાર આવ્યું હતું.

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો
જ્યારે ધર્મેન્દ્રને આ વાતની ખબર પડી ત્યારે તેની અને સરોજ વચ્ચે ઘણી માથાકૂટ થઈ હતી. આ સાથે ધર્મેન્દ્રએ સરોજને પ્રવીણ ચંદેલા સાથેના સંબંધો તોડવા માટે પણ તેના પુત્રને વચ્ચે રાખીને સમજાવી હતી.

પરંતુ જ્યારે તેણી માની નહિ, ત્યારે ધર્મેન્દ્રએ સરોજનું ગળું દબાવીને હત્યા કરી હતી, બાદમાં ફાંસો ખાઈ લીધો હતો. મહાવીર પ્રસાદે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

અને બંનેના મોત માટે પ્રવીણને જવાબદાર ઠેરવ્યો છે. તો, પોલીસ હવે કહે છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!