હર્ષ સંઘવી ગ્રીષ્મા વેકરિયાના ઘરે પહોચ્યા, પરિવારને ઝડપી ન્યાયની ખાતરી આપી સાથે કહી આ વાત

પાસોદરામાં એકતરફી પ્રેમમાં યુવકે જે પ્રકારે યુવતીની કરપીણ હત્યા કરી નાખી છે તેને લઈને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકના ઘાતકી કૃત્યને ચોતરફથી રખડવામાં આવી રહ્યો છે અને ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. અતિસંવેદનશીલ બનેલા આ કિસ્સામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લેવા માટે પાસોદરા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી અને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે તેના માટે હૈયા ધરપત આપી છે.

હર્ષદ સંઘવીએ જણાવ્યું હતું કે, સમગ્ર કેસમાં પોલીસ સખત મહેનત કરીને ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા પ્રયાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમનો રિપોર્ટ ઝડપથી આવી જાય. મોબાઈલનું ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી રહી છે. જેથી મજબૂત પૂરાવાઓ ભેગા કરીને પોલીસ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરીને આરોપીને એ પ્રકારની સજા કરાવે કે જે દાખલારૂપ બેસી શકે. એવા પ્રકારનો ન્યાય મળશે કે બીજા કોઇ યુવક આ આ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત ન કરે.

પરિવારના સભ્યો અને પોલીસ સાથે થયેલી વાતચીતમાં એક ખૂબ જ ગંભીર બાબત જાણવા મળી છે. હત્યા કરનાર યુવક છેલ્લા ઘણા સમયથી યુવતીની પાછળ પડ્યો હતો અને તેને હેરાન કરતો હતો. આ બાબતે અમે આસપાસના પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ મળી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરી પરંતુ કોઈપણ પ્રકારની ફરિયાદ યુવતી દ્વારા કરવામાં આવી ન હતી. આ પ્રકારની ઘટનાઓ માં રાજ્યની કોઇપણ દીકરીએ કોઈપણ યુવક કે અન્ય કોઈ ઈસમ પાછળ પડીને હેરાન ગતિ કરતો હોય તો પોલીસનો સંપર્ક કરી લેવો ખૂબ જરૂરી છે. ફરિયાદ કરનાર યુવતી અંગેની તમામ માહિતી પણ ગુપ્ત રાખવાનું આશ્વાસન હર્ષ સંઘવી આપ્યું હતું.

યુવતીને ઝડપથી ન્યાય મળે તેના માટે પોલીસને કામે લગાડવામાં આવી છે. સ્પેશિયલ પ્રોસિક્યૂટર પણ આપવામાં આવશે. પરિવારજન જે પણ વકીલને સાથે રાખવા માંગતા હોય તેને તેઓ રાખી શકશે તેનો તમામ ખર્ચ પણ રાજ્ય સરકાર ચૂકવશે. ઐતિહાસિક સમયની અંદર આ ચાર્જશીટ ફાઇલ કરીને આરોપીને દાખલારૂપ સજા બેસે તે પ્રકારની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

error: Content is protected !!