શ્રીલંકા ટૂર પહેલા હાર્દિક પંડ્યાએ પલ્સ લાઇન શેપ હેરકટ કરાવ્યું ‘ક્રિકેટિંગ રોકસ્ટાર’ લુક વાઇરલ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો નવો લુક સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. હાર્દિક અત્યારે શ્રીલંકા ટૂરમાં જતા પહેલા મુંબઇમાં ક્વોરન્ટીન છે. હાર્દિકના આ લુકને પ્રખ્યાત હેર ડિઝાઇનરના સોશિયલ મીડિયા હેન્ડલે શેર કર્યો છે. પંડ્યાએ પોતાના વાળ ટૂંકા કરાવ્યા છે અને દાઢી પણ ટ્રીમ કરાવી હતી.

હાર્દિક પંડ્યાએ પલ્સ લાઇન કટ કરાવ્યા
BCCIએ ભારતીય ટીમને 2 ભાગમાં વહેંચણી કરી છે. સીનિયર ખેલાડીઓની ટીમ અત્યારે સાઉથહેમ્પટનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમી રહી છે. તો બીજી બાજુ ભારતની યુવા ટીમ શ્રીલંકા પ્રવાસ જવા માટે સજ્જ છે. અત્યારે ભારતીય ટીમના ખેલાડીઓ મુંબઈની હોટલમાં ક્વોરન્ટીન છે.

આલિમ હકીમ બોલિવૂડનો પ્રખ્યાત હેર ડ્રેસર છે
હાર્દિક પંડ્યાનો નવો રોકસ્ટાર લુક હેર ડ્રેસર આલિમ હકીમે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો. જેમાં હાર્દિક પંડ્યાએ પોતાના વાળ સાવ આછ્છા કરાવ્યા હોવાની સાથે માથામાં રોકસ્ટાર પલ્સના કટ્સ પણ કરાવ્યા છે. આલિમ હકીમ અત્યારે બોલિવૂડના જાણીતા હેર ડ્રેસર છે. ‘રોકસ્ટાર’થી લઇને ‘બરફી’ સુધી રણબીર કપૂરની હેર સ્ટાઇલ આલિમે સેટ કરી હતી.

શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ખેલાડી સજ્જ
શિખર ધવનની આગેવાનીમાં આ ટીમ 28 જૂન પહેલા શ્રીલંકા પહોંચશે. ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર પહેલા 3 વનડે સિરીઝ રમશે. આ મેચ 13,16 અને 18 જુલાઈના રોજ રમાશે. ત્યાર બાદ 21,23 અને 25 જુલાઈના રોજ 3 ટી-30 મેચની સિરીઝ રમશે. તમામ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

આ બન્ને સિરીઝમાં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ થયેલા ખેલાડીનો સમાવેશ થતો નથી, કારણ કે ભારતીય ટીમ જૂન મહિનામાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ સિરીઝની ફાઈનલ રમ્યા બાદ ઈંગ્લેન્ડમાં જ રોકાશે અને ઓગસ્ટમાં ઈંગ્લેન્ડ સામે રમાનારી 5 ટેસ્ટ મેચની સિરીઝ માટે તૈયારી કરશે.

શ્રીલંકા માટે ટીમ ઈન્ડિયા
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, નીતીશ રાણા, ઈશાન કિશન, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કુષ્ણપ્પા ગૌતમ, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, દીપક ચહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા.

error: Content is protected !!