ગુડ ન્યૂઝ:હરભજન સિંહના ઘરે ગુંજી ઊઠી કિલકારીઓ, પત્ની ગીતા બસરાએ દીકરાને જન્મ આપ્યો

ક્રિકેટર હરભજન સિંહ અને તેની પત્ની ગુતા બસરા બીજી વાર પેરેન્ટ્સ બન્યા છે. ગીતાએ શનિવારે દીકરાને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી હરભજન સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે. પોસ્ટમાં લખ્યું કે, મા અને દીકરો બંને સ્વસ્થ છે.

ગીતા બસરાએ તેના જન્મદિવસે પ્રેગ્નન્સીની જાહેરાત સો.મીડિયામાં પર કરી હતી. ગીતાએ સો.મીડિયામાં બેબી બમ્પ સાથેની તસવીર શૅર કરી હતી. તસવીરમાં તે, હરભજન તથા દીકરી હિમાયા જોવા મળ્યા હતા. એક તસવીરમાં હિમાયાએ બ્લેક ટી-શર્ટ હાથમાં પકડી રાખી છે અને તે ટી શર્ટમાં લખ્યું છે, ‘ટૂંક સમયમાં જ મોટી બહેન બની જઈશ.’

વર્ચ્યુઅલ બેબી શૉવર
ગીતા બસરાના બેબી શૉવરમાં માત્ર પતિ તથા દીકરી જ જોવા મળ્યા હતા. જોકે, તેના મિત્રોએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી. ગીતાએ બ્લૂ રંગનો પોલ્કા ડોટ ડ્રેસ પહેર્યો હતો. ગીતાએ પરિવાર સાથે આ પ્રસંગ સેલિબ્રેટ કર્યો હતો.

ગીતા તથા હરભજને 2015માં 29 ઓક્ટોબરે લગ્ન કર્યા હતાં
બંનેના લગ્ન જલંધરમાં યોજાયા હતા. લગ્ન પહેલાં બંનેએ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ ગીતાએ લંડનમાં દીકરી હિમાયાને જન્મ આપ્યો હતો.

વર્ષ 2006માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું
ગીતાએ 2006માં ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘દિલ દિયા હૈ’થી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. ત્યારબાદ તે ‘ધ ટ્રેન’, ‘ઝિલ્લા ગાઝિયાબાદ’, ‘સેકન્ડ હેન્ડ હસબન્ડ’માં જોવા મળી હતી. ગીતા છેલ્લે 2016માં ‘લોક’માં જોવા મળી હતી.

કોમન ફ્રેન્ડે પહેલી મુલાકાત કરાવી
ભજ્જી તથા ગીતાની મુલાકાત 2007માં કોમન ફ્રેન્ડે કરાવી હતી. ભજ્જી તથા ઇંગ્લેન્ડના પોર્ટ્સમાઉથથી આવેલી ગીતાની પહેલી મુલાકાતમાં માત્ર હાય-હેલ્લો જ થયું હતું. ગીતા બોલિવૂડમાં કરિયર બનાવવામાં બિઝી હતી તો ભજ્જી ક્રિકેટમાં. જોકે, ગીતા બોલિવૂડમાં કંઈ ખાસ કમાલ કરી શકી નહીં.

ક્વિક એન્ટ્રી, લાઈમ લાઈટ સફર શરૂ થઈ
2008માં હરભજન સિંહ રિયાલિટી શો ‘એક હસીના, એક ખિલાડી’માં જોવા મળ્યો હતો. આ શોમાં ભજ્જીની ડાન્સ પાર્ટનર મોના સિંહ હતી. આ જોડીએ શો જીત્યો હતો. શોના પ્રોમશન દરમિયાન હરભજન મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો. અહીંયા તે પહેલી જ વાર ગીતા બસરા સાથે જોવા મળ્યો હતો.

ફિલ્મોથી દૂર કેમ ગઈ?
ગીતાએ કહ્યું, ‘મારી માતા એક વર્કિંગ મધર હતી અને તેમણે પરિવાર ઘણી સારી રીતે સાચવ્યો. આજે મારી પાસે જે પણ છે તે બધું તેમના લીધે જ છે. હું તેમનામાંથી પ્રેરણા લઉં છું અને માનું છું કે મહિલાઓએ તેમના કોઈ પણ પેશનને છુપાવવા ના જોઈએ.

માતા હોવું એ સુંદર અનુભવમાંથી એક છે. હું મારી દીકરી હિનાયા સાથે વિતાવેલી દરેક પળને એન્જોય કરું છું. આ પર્સનલ ચોઈસ છે કે મારે કામ કરવું નથી. હું મધરહૂડ એન્જોય કરી રહી છું અને આ સમયે ઘણી ખુશ છું.

હું મારી દીકરીની સુંદર પળો જેમ કે, પ્રથમ વોક, પ્રથમ હાસ્ય અને તેના ફર્સ્ટ વર્ડને મિસ કરવા માગતી નથી. મને ખબર છે કે મધરહૂડ તમને કોઈ ઓળખ આપતું નથી પણ આ પર્સનલ ચોઈસ છે.

હું પહેલાં એક્ટિંગ કરતી હતી અને એન્જોય પણ કરતી હતી અને હવે હું બીજીવાર રેડી થઇશ ત્યારે કામ પર પરત ફરીશ.’

error: Content is protected !!