પતિની સામે જ પત્નીએ સાસુ પર વરસાવ્યો થપ્પડોનો વરસાદ, મહિલાની ક્રૂરતાનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

હરિયાણાના ગુરુગ્રામના રાજેન્દ્ર પાર્ક વિસ્તારમાં એક ઘરમાં પુત્રવધૂએ તેની બીમાર વૃદ્ધ સાસુને થપ્પડ મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેનો વીડિયો બે દિવસથી વાયરલ થઈ રહ્યો છે. શનિવારે પોલીસે આ મામલે બંને પક્ષની ફરિયાદ નોંધી છે. અંશુ જિંદાલે પોલીસને જણાવ્યું છે કે તે ઘરના ઉપરના માળે રહે છે, જ્યારે પુત્રવધૂ બાળકો સાથે પહેલા માળે રહે છે. વૃદ્ધાવસ્થા અને માંદગીને કારણે, તે હવે કામ કરતી નથી, તેથી પુત્રને કામ માટે ઘરેલું સહાયિકા રાખવા કહ્યુ હતુ.

આ બાબતે પુત્રવધૂ કવિતા ગુસ્સે થઈ ગઈ અને માર મારવાનું શરૂ કર્યું. શુક્રવારે મોડી સાંજે પોલીસ સ્ટેશન પહોંચેલા વૃદ્ધનું કહેવું છે કે મારપીટમાં તેમના ચહેરા અને શરીરને પણ ઈજા થઈ છે. ઘણી જગ્યાએ સોજો છે. તે પહેલેથી જ ડાયાબિટીસ, બીપી વગેરે બિમારીઓની શિકાર છે.

તમે મને કેમ મારી, હવે હું આને મારી નાખીશ
વીડિયોમાં દેખાય છે કે કવિતા નામની મહિલા તેના પતિને કહી રહી છે કે તમે મને કેમ મારી, હવે હું આને મારી નાખીશ. પતિ કહે છે કે ગેરવર્તન કરવું ઠીક નથી, પરંતુ મહિલા માનતી નથી અને તે પછી તે સાસુને થપ્પડ મારવાનું શરૂ કરે છે. આ દરમિયાન ઘરમાં હાજર બાળકોના રડવાનો અવાજ સંભળાય છે.

આરોપી પુત્રવધૂએ તેની સાથે મારપીટના કેસમાં ફરિયાદ પણ આપી છે. આ કેસમાં રાજેન્દ્ર પાર્ક પોલીસ સ્ટેશનના એસએચઓ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રનું કહેવું છે કે આ કેસમાં જે વીડિયો અને ફરિયાદો મળી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. તેના આધારે કેસ નોંધવામાં આવી રહ્યો છે. આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

error: Content is protected !!