સસરાને શંકા ગઇ કે પુત્રવધુના ભાડૂઆત સાથે છે આડા સંબંધો, પછી શરું થયો ધ્રુજાવી દેતો સિલસિલો

ગુરુગ્રામઃ શંકા એક મોટી બીમારી ગણવામાં આવે છે. જ્યારે તમે કોઇ પર શંકા કરો છો તો વાત હદ કરતાં વધુ બગડી જાય છે. આ શંકાના ચક્કરમાં વાત હત્યા સુધી પહોંચતા વાર નથી લાગતી. દિલ્હી નજીક આવેલા ગુરુગ્રામની આ ચોંકાવનારી ઘટના તેનું તાજું ઉદાહરણ છે. અહીં એક મકાન માલિકે પોતાની શંકાના ચક્કરમાં પુત્રવધુ અને ભાડે રહેતા વ્યક્તિને એવી દર્દનાક સજા આપી કે તમે ચોંકી જશો.

આ ઘટના ગુરુગ્રામના રાજેન્દ્ર પાર્ક થાના ક્ષેત્રની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મંગળવારની સવારે એક શખ્સ પોલીસસ્ટેશન આવ્યો અને કહેવા લાગ્યો કે મેં હાલમાં જ પાંચ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ સાંભળી ક્ષણભર તો પોલીસ કર્મીઓ પણ દંગ રહી ગયા. ત્યારબાદ એ શખ્સે જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી ગયો જ્યાં પાંચ લોકોનાં મૃતદેહ મળી આવ્યા. આ તમામ લોકો લોહીથી લથપથ હાલતમાં હતા. જ્યારે પોલીસકર્મીઓએ એ વ્યક્તિને આ હત્યા પાછળ કારણ પુછ્યું તો એક અનોખી ઘટના સામે આવી.

આરોપી શખ્સે જણાવ્યું કે તે પોતાના પરિવારની સાથે ગુરુગ્રામના રાજેન્દ્ર પાર્ક વિસ્તારમાં રહે છે. અહીં તેનું પોતાનું એક ખાનગી મકાન છે. આ મકાનમાં કેટલાક ભાડુઆત પણ રહેતાં હતા. ઘરમાં મારી પુત્રવધુ છે જેના અહીં ભાડે રહેતાં એક વ્યક્તિ સાથે સારું બનતું હતું. પુત્રવધુ ભાડે રહેતા પુરુષ સાથે વાતચીત પણ કરતી હતી. મને શંકા હતી કે મારી પુત્રવધુના આ ભાડે રહેતા પુરુષ સાથે આડાસંબંધ છે. એવામાં મેં મારી પુત્રવધુ, ભાડે રહેતા પુરુષ, તેની પત્ની અને તેના બંને બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા.

આ વ્યક્તિએ પાંચ હત્યા પોતાની પુત્રવધુના ભાડે રહેતા પુરુષ સાથે આડાસંબંધની શંકાને કારણે કરી હતી. પાંચ લોકોને બેરહેમીથી મોતને ઘાટ ઉતાર્યા બાદ મકાન માલિક ખુદ સામેથી પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને સરેન્ડર કરી દીધું. તેણે પોલીસને આપેલા નિવેદનમાં પણ જણાવ્યું કે પુત્રવધુ અને ભાડે રહેતાં વ્યક્તિ સાથે આડા સંબંધના ચક્કરમાં તેણે આ હત્યા કરી છે.

એ વ્યક્તિની વાત સાંભળી પોલીસે તુરંત તેની ધરપકડ કરી લીધી. તો પાંચેય લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. કહેવામાં આવી રહ્યું છે કે મકાન માલિકે પાંચેય હત્યા એક ધારદાર હથિયારની મદદથી કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં આ ઘટના સાથે જોડાયેલી અન્ય હકિકત સામે આવશે. જો કે ખુદ આરોપીએ પોતાનો ગુનો કબૂલી લેતા આ કેસ સ્પષ્ટ થઇ ગયો છે. તો આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે હલચલ મચી ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે આરોપી મકાન માલિક રિટાયર્ડ સોલ્જર છે.

આ મામલે વેસ્ટના ડીસીપી દિપક સારણે ન્યૂઝ એજન્સી એએનઆઇને આપેલા નિવેદનમાં જણાવ્યું કે અમે ચાર મૃતદેહ કબજે કર્યા છે. એક ઘાયલ બાળકને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે કે હુમલો કોઇ ધારદાર હથિયારથી થયો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

error: Content is protected !!