ખેડૂતપુત્રીએ આખા ગુજરાતમાં વગાડ્યો ડંકો, PIની પરીક્ષા પાસ કરી મેળવ્યો પ્રથમ નંબર

સરકારી નોકરીની સાથે સાથે પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના માલણપુર ગામની ખેડૂત પુત્રી ગુજરાતમાં અવ્વલ આવીને ઈતિહાસ રચ્યો હતો. ખેડૂતની પુત્રીએ નોકરીની સાથે માત્ર 23 વર્ષની ઉંમરે પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી હતી. પુત્રી પીઆઈની પરીક્ષામાં પાસ થતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી અને ગામમાં પણ લોકો વખાણ કરતાં હતાં.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના માલણપુર ગામની ખેડૂત પુત્રી દેવ્યાનીબા બારડ આખા ગુજરાતમાં મહિલાઓમાં પ્રથમ નંબર મેળવીને ઈતિહાસ રચ્યો હતો. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવેલ પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં આ યુવતી પીઆઈની પરીક્ષામાં મહિલાઓમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈને ઈતિહાસ રચ્યો હતો. સરકારી નોકરીની સાથે સાથે દિવ્યાનીબાએ પીઆઈની પરીક્ષા આપી હતી અને માત્ર 232 વર્ષની ઉંમરે પાસ કરી હતી.

ખેડૂત પુત્રી દેવ્યાનીબા બારડ ધોરણ 10માં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબરે રહ્યા હતા ત્યાર બાદ તેમણે ધોરણ- 12માં 88 ટકા બાદમાં બીકોમ સાથે અમદાવાદથી સ્નાતકની પદવી મેળવી હતી. આ દરમિયાન બી.કોમ.ના અભ્યાસ દરમિયાન જ દેવ્યાનીબાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાની શરૂ કરી હતી અને ગ્રેજ્યુએટ થયા બાદ જુનિયર કારકુનની પરીક્ષામાં સફળતા મેળવીને અમદાવાદ જિલ્લા પંચાયતમાં જુનિયર કારકુન તરીકે ફરજ બજાવવાની શરૂઆત કરી હતી.

ત્યાર બાદ દેવ્યાનીબાએ વધુ તૈયારીઓ શરૂ કરી હતી અને જેના પરિણામ સ્વરૂપે તેઓએ માત્ર 23 વર્ષની ઉંમરે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષા મહિલા શ્રેણીમાં ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ કરી એક ઈતિહાસ રચ્યો હતો.

દેવ્યાનીબા બારડની આ સફળતા બદલ સમગ્ર વિસ્તાર તથા ખાસ કરીને નાડોદા રાજપૂત સમાજ લાગણીઓની શુભેચ્છા સાથે ગૌરંવિત થઈ રહ્યો છે. દેવ્યાનીબાની આ સફળતાથી વિસ્તારના યુવાનો તેમનામાંથી પ્રેરણા લઇ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે.

પીઆઈની પરીક્ષા પાસ કર્યાં બાદ દેવ્યાનીબાએ જણાવ્યું હતું કે, મને નાનપણથી જ આઈએએસ અને આઈપીએસ બનવાની બહુ જ ઈચ્છા હતી. પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં મેં બહુ જ મહેનત કરીને ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો છે. હજુ પણ મારે આગળ તૈયારી કરીને આઈપીએસ અને આઈપીએસ બનવું છે. હાલ હું ઈલેક્શન ડ્યુટીની ફરજ નિભાવી રહી છું.

error: Content is protected !!