કેનેડામાં ફસાયેલા ગુજરાતીઓની હાલત કફોડી બની, ભણવા સાથે કામ મળવાનું બંધ થયું, કેનેડા આવતાં પહેલા આ વાતોનું રાખજો ધ્યાન

કેનેડામાં ત્રણ કોલજોએ ફંડ ન હોવાથી નાદારી નોંધાવતા તેમાં અભ્યાસ કરતા ગુજરાત સહિતના ભારતીય વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મૂળ સૂરતના અને કેનેડામાં બંધ થયેલી આ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ જણાવ્યું છે કે, ‘હાલ સમગ્ર મામલો સ્થાનિક કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ કેસની આગામી સુનાવણી 28 ફેબ્રુઆરીએ થવાની છે. ત્યારબાદ સ્થિતિ સ્પષ્ટ થશે. હાલ ગભરાઇ જવાની જરૂર નથી, વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે. કેટલીક પ્રાઇવેટ કોલેજો વિદ્યાર્થીઓને સામાન્ય ફી માં પણ અભ્યાસ પૂરો કરાવી દેવાની ઓફર કરી રહી છે.’

મિડીયા અહેવાલો અનુસાર નામ ન જણાવવાની શરતે મૂળ સુરતના અને કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ખાનગી મિડીયાને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં તેણે જણાવ્યું હતું કે હું વર્ષ 2020માં કેનેડા અભ્યાસ કરવા આવ્યો હતો. હું કોમ્યુટર નેટવર્કિંગનો કાર્સ કરુ છું અને આ બે વર્ષનો કોર્સ છે. જે આગામી સપ્ટેમ્બર 2022માં પૂર્ણ થઇ રહ્યો છે. મેં કોર્સ માટે 30 હજાર ડોલર ફી ભરી છે.

આગળ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમારી બેચમાં 17થી 18 વિદ્યાર્થી છે. અન્ય કોર્સમાં 25થી 30 વિદ્યાર્થીઓ પણ હોય છે. વિદ્યાર્થીઓની સંખ્યા કોર્સ પ્રમાણે જુદી જુદી છે. મારી કોલેજમાં ગુજરાતના સુરત, વડોદરા, મહેસાણા, અમદાવાદ અને રાજકોટ તરફના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું હતું કે રાઇઝીંગ ફોનિક્સ નામની કંપની દ્વારા ચલાવવામાં આવતી ત્રણ કોલેજો બંધ થઇ ગઇ છે. જેમાં M કોલેજ અને CCSQ કોલેજ કેનેડાના ક્યુબેક રાજ્યના મોન્ટ્રિયલ શહેરમાં આવેલી છે. જ્યારે ત્રીજી CDE કોલેજ મોન્ટ્રિયલ શહેરથી 250 કિલોમીટર દૂર આવેલ શેરબ્રુક શહેરમાં છે. રાઇઝીંગ ફોનિક્સ નામની કંપની છે અને તેની આ ત્રણેય કોલેજ હતી. આ કોલેજોમાં ભારતીય સહિત વિદેશીઓ ટિચિંગ સ્ટાફમાં હતાં. આ કોલેજોમાં બિઝનેસ મેનેજમેન્ટ, નેટવર્ક એડમિનિસ્ટ્રેશન, કોમ્પ્યુટર સપોર્ટ, પ્રોગ્રામીંગ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટને લગતા વિવિધ કોર્સ ચાલતા હતા.

કોરોનાની સ્થિતિને કારણે અત્યાર સુધી ઓનલાઇન અભ્યાસ ચાલતો હતો. ગત જાન્યુઆરીથી અભ્યાસ ઓફલાઇન ચાલુ થવાનો હતો. દરમિયાન ડિસેમ્બરમાં ક્રિસમિસનું વેકેશન હતું અને 10 જાન્યુઆરીથી કોલેજો શરૂ થાવાની હતી. પરંતુ 1 જાન્યુઆરીએ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ઇ-મેલ કરી જાણ કરવામાં આવી હતી કે કોલેજ પાસે ફંડ ન હોવાથી તેઓ ભણાવી શકશે નહીં અને આ મામલે કોલેજે સરકારમાં “અમને લેણદારથી રક્ષણ આપો અમે નાદાર છીએ” તેવી જાણ કરી હતી.

કોર્ટ દ્વારા થર્ડ પાર્ટીની નિમણૂંક કરવામાં આવી છે. જે કોલેજ અને કંપનીની માહિતી, ડેટા, સંપત્તિનું આંકલન કરી રહી છે. કોર્ટ દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવે છે તે સમગ્ર પ્રક્રિયા પારદર્શક છે. થર્ડ પાર્ટી દ્વારા જે કોઇ કાર્યવાહી કોર્ટ સમક્ષ કરવામાં આવે છે તેને વેબસાઇટ પર મુકવામાં આવે છે. આ વિગતો વિદ્યાર્થીઓ સહિત તમામ લોકો વાંચી શકે છે એટલી બધી પારદર્શક કાર્યવાહી કરાઇ રહી છે. આ મામલે કોર્ટમાં આગામી 28 ફેબ્રુઆરીના રોજ સુનાવણી છે.

અમારી કોલેજ બંધ થતાં કેટલીક પ્રાઇવેટ કોલેજ એવી પણ છે જેઓ ઓછી ફી લઇને ભણાવવા તૈયાર છે. જો કે બધા વિદ્યાર્થીઓની નજર 28 તારીખે થનારી સુનાવણી પર છે.

કેનેડામાં સરકાર દ્વારા નિશ્ચિત કરેલ કલાક સુધી વિદ્યાર્થીઓ કામ કરી શકે છે. પણ ત્રણ કોલેજો બંધ થતાં આ વિદ્યાર્થીઓની મૂંઝવણ એ છે કે હવે તેઓ કામ કરી શકે કે નહીં? કારણ કે નિયમ પ્રમાણે કોલેજમાં અભ્યાસ ચાલુ હોય તો નોકરી કરી શકાય પણ હાલ કોલેજમાં અભ્યાસ બંધ છે. જેથી કેટલાક વિદ્યાર્થીઓ કોઇ કાયદાકીય ગૂંચવણમાં ન પડી જવા તેની તકેદારી રાખવા નોકરી નથી કરી રહ્યા. પરંતુ અસમંજસની સ્થતિથી લાંબો સમય નહીં રહે. આગામી દિવસો કે મહિનાઓ આ બાબનો નિવેડો આવી જશે.

કોલેજ બંધ થવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને મેસેજ આપતી જણાવવા માંગે છે કે ડરશો નહીં. બીજી કોલેજો અભ્યાસ પૂર્ણ કરાવવા મદદ માટે તૈયાર છે. કેનેડામાં સરકાર દ્વારા માન્યતા મળેલ અને કાયદેસર ચાલતી પ્રાઇવેટ કોલેજનો અર્થ એ નથી કે કોલેજ બંધ થઇ જાય તો સ્થાનિક તંત્રની જવાબદારી નહીં.

error: Content is protected !!