દેવ પગલીથી લઈને ગીતા રબારી સુધી, ગુજરાતી સિંગર્સનો ઉત્તરાયણ પર આવો હતો અંદાજ
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાલ મકરસ્ક્રાંતિનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. લોકો સવારથી જ ધાબા પર ચડીને પતંગ ચગાવવાની મોજ માણી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આકાશમાં જ્યાં જુઓ ત્યાં પતંગ જ દેખાય છે. પતંગની સાથે ધાબા પર ડીજે પર પણ સોંગની ધમાલ મચી રહી છે. બાળકોથી લઈને વૃદ્ધો ઉત્તરાયણને મનભરીને માણી રહ્યા છે.
ઉત્તરાયણના ફિવરમાં સેલેબ પણ બાકાત નથી. ગુજરાતના ફેમસ સિંગર કીર્તિદાન ગઢવીએ રાજકોટમાં પત્ની સાથે પતંગ ચગાવી હતી. આંખમાં ગોગલ્સ અને માથે ટોપી પહેરી પતંગ ઉડાડી હતી. કીર્તિદાનની પત્નીએ ફિરકી પકડી પતિને સાથ આપ્યો હતો.
અમદાવાદમાં સિંગર કિંજલ દવેએ મંગેતર પવન જોષી સાથે પતંગ ઉડાવી હતી. લાલ રંગના ટોપમાં કિંજલ દવે ક્યૂટ લાગતી હતી. કિંજલની સાથે ભાઈ આકાશ દવે અને થનારી ભાભીએ પણ પતંગ ચગાવી હતી.
ગીતા રબારીએ પણ પતંગ ચગાવવાની મોજ લીધી હતી. ઠંડીમાં જેકેટ પહેરી ગીતા રબારીએ પતગં ચગાવી અનેક લોકોના પેચ કાપ્યા હતા.
ઉર્વશી રાદડિયાએ પણ અમદાવાદ સ્થિત એમના ઘરના ધાબા પર પડોશીઓ સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. ઉર્વશી રાદડિયાએ પતંગના પેચ લડાવવાની સાથે-સાથે ગીતો પણ ગાયા હતા.
માટલા ઉપર માટલુ ગીતથી ફેમલ દેવ પટલીએ પણ ઉત્તરાયણની મજા માણી હતી. તેના હાથમાં ફ્રેક્ચર થયું છે તો એ પતંગ તો નહોતા ચગાવી ચૂક્યા પણ અગાસી પર બેઠા મજા લીધી હતી.
રાજકોટ ખાતે લોકસાહિત્યકાર દેવાયત ખવડ પણ તેમના પરિવાર અને મિત્રો સાથે ઉજવી રહ્યા છે. દેવાયત ખવડે જણાવ્યું હતું કે, રાજકીય પવન સારો છે,મોકો મળશે તો રાજકારણમાં ઝંપલાવીશ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજના દિવસે બાળપણની એક યાદ આવે છે બાળપણમાં તેઓ ગામડામાં રહેતા અને બપોર સુધી પતંગ લૂંટતા અને સાંજે પતંગ ઉડાવતા હતા. આજનો આ એવો દિવસ છે કે આજના દિવસે કોઈ મુહૂર્ત જોવાની જરૂરિયાત રહેતી નથી. આજના દિવસે દાનપુન કરવું પણ ખુબ જ લાભદાયી માનવામાં આવે છે.