સિંગર જીજ્ઞેશ કવિરાજના પરિવાર પર તૂટી પડ્યો દુ:ખનો પહાડ, નાના ભૂલકાએ આંખો મીચી દીધી

ગુજરાતના જાણીતા સિંગર જિગ્નેશ કવિરાજ પર દુુુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પરિવારમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જીગ્નેશ કવિરાજના ભત્રીજાના દિકરાનું અચાનક નિધન થયું હતું. તે જાણીતી વાત એ છે કે, હજુ થોડા દિવસ પહેલાં જ જીગ્નેશ કવિરાજે નવી નક્કોર મર્સિડીઝ કાર ખરીદી હતી જેને લઈને પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ આ દુઃખદ ઘટનાને કારણે આખો પરિવાર દુઃખી દુઃખી થયો છે.

જીગ્નેશ કવિરાજે એક નાના છોકરાનો ફોટો સોશિયલ મિડીયામાં પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓએ લખ્યું હતું કે, આજે સવારે મારા ભત્રીજાનો દિકરો દેવલોગ પામ્યો છે અને ભગવાન તેની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાથના છે. આમ, જીગ્નેશ કવિરાજના ઘરે એક દુઃખદ ઘટના ઘટી છે. જીગ્નેશ કવિરાજના ભત્રીજાનું નિધન થયું છે.

તાજેતરમાં જ લોકપ્રિય ગુજરાતી સિંગર જીજ્ઞેશ કવિરાજે લક્ઝુરિયર્સ મર્સિડિઝ કાર ખરીદીને ધમાકો મચાવ્યો છે. ખુદ જીજ્ઞેશ કવિરાજે પોતાા સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર નવી કારની તસવીરો પોસ્ટ કરી છે. કારની તસવીરોમાં જીજ્ઞેશ કવિરાજનું ફેમિલી પણ જોવા મળે છે.

વાત કરીએ જીજ્ઞેશ બારોટની આજની સફળતાની તો રાતોરાત નથી આવી. સંગીતના દુનિયામાં આજે ટોચના સ્થાને બિરાજેલા જીજ્ઞેશ બારોટ (કવિરાજ)એ શરૂઆતની જિંદગીમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. તેની આજની જાહોજલાલી પાછળ સખત મહેતન અને ખંત છુપાયેલું છે. વર્ષ 1988માં મહેસાણાના ખેરાલુમાં જન્મેલા જીગ્નેશ બારોટ ફક્ત 8 ધોરણ જ ભણેલા છે.

જીજ્ઞેશ કવિરાજને બાળપણથી ગીતો ગાવાનો શોખ હતો. તેમના પિતા હસમુખભાઈ બારોટ, તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા. નાની ઉંમરથી જ પિતા અને કાકા સાથે ભજનના પ્રોગ્રામોમાં જતા હતા. જોકે ઘરેથી બધાની ઇચ્છા હતી કે જીગ્નેશ ભણવામાં ધ્યાન આપે અને તેમાં તેનું કરિયર બનાવે, પણ જીગ્નેશને પહેલેથી ભણવામાં ઓછો રસ હતો, અને તેને સંગીત ફીલ્ડમાં જ પોતાનું કરિયર બનાવવું હતું.

સૌજન્યઃ ઇન્ટરનેટ માધ્યમ

error: Content is protected !!