જાણીતી સિંગર ગીતા રબારીએ નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ, જુઓ લક્ઝુરિયર્સ ઘરની સુંદર તસવીરો

ગુજરાતની ફેમસ સિંગર અને ‘કચ્છની કોયલ’ ગીતા રબારીએ લક્ઝુરિયર્સ ઘર બનાવ્યું છે. ખુદ ગીતા રબારીએ આ અંગેની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તસવીરોમાં ગીતા રબારી તેના પતિ પૃથ્વી સાથે પૂજા કરતાં જોવા મળે છે. ગીતા રબારીનું નવું ઘર ખૂબ જ લેવિસ લાગી રહ્યું છે. ફર્નિચર ઉડેને આંખે વળગે એવું છે. કોઈ મોટા સ્ટારને હોય એ પ્રકારનું આ ઘર છે. તસવીરોમાં જોઈ શકો છે કે કપલે ઘરના મંદિરમાં દ્વારકાધીશ અને લિંબોજ માતાજીની પૂજા કરી હતી.

ઉલ્લેખનીય છે કે ‘કચ્છની કોયલ’ના નામથી જાણીતા ગીતાબેન રબારીએ સંગીતની દુનિયા પોતાની અલગ નામના મેળવી છે. ગીતા બેન રબારીએ પોતાના અવાજથી આખા ગુજરાતના લોકોનું દિલ જીતી લીધું છે.

ગુજરાતી ફિલ્મો સાથે સાથે હવે ગુજરાતી ગીત પણ ધૂમ મચાવવા લાગ્યાં છે. ગુજરાતી કલાકારના દમથી આખી દુનિયામાં ગુજરાતી ગીત છવાય ગયાં છે. ત્યારે કચ્છી કોયલના નામથી જાણીતી ગીતા રબારીનું ગીત રોણા શેરમાએ યૂ ટ્યૂબ પર ખૂબ ધૂમ મચાવી હતી. સાથે લોકગાયિકા ગીતા રબારીના અન્ય ઘણાં ગીતે ખૂબ ધૂમચાવી છે.

વર્ષના અંતિમ દિવસે એટલે 31 ડિસેમ્બરના રોજ 1996માં કચ્છના તપ્પર ગામમાં ગીતા રબારીનો જન્મ થયો હતો. ગુજરાતી લોકગાયીકા ગીતા રબારીએ પાંચ ધોરણથી જ ગીત ગાવાનું શરૂ કર્યુ હતું. તેણે સંગીતનું શિક્ષણ નથી મેળવ્યું. 20 વર્ષની ઉંમરમાં તેને આખુ ગુજરાત ઓળખવા લાગ્યું. તેમ છતાં તેણે પોતાનું વ્હાલુ ગામ ન છોડ્યું.

તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે જ રહે છે. બે ભાઈઓ પણ હતાં, પરંતુ તેમનું અકાળે અવસાન થયું હતું. તેના માતા-પિતાનું એકમાત્ર સંતાના ગીતા રબારી ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા લાઈવ પ્રોગ્રામ કરે છે. તેણે બે ગીતો રોણ શેરમાં અને એકલો રબારી, આ બંને ગીતો આખા ગુજરાતમાં ખૂબ પ્રસિદ્ધ થયું છે. આ ઉપરાંત તેણે ગરબાના ઘણાં આલબમ પણ કર્યાં છે.

પોતાના સંગીત કરિયરની વાત કરતા ગીતા રબારીએ કહ્યું કે હું જ્યારે સ્કુલમાં હતી, ત્યારથી ગાઈ રહી છું. મારો અવાજ સારો હોવાના કારણે આડોસપાડોસના ગામ લોકો મને ગાવા માટે બોલાવતા. શરૂઆતમાં થોડી આર્થિક મદદ મળી જતી હતીં ધીમે ધીમે મારી ઓળખાણ વધતી ગઈ, ગત સમયમાં ગુજરાતના જાણીતા કલાકારો સાથે પણ લાઈવ પ્રોગ્રોમ આપી ચૂકી છું.

ગીતાબેન રબારીનું કહેવું છે કે મારી પ્રસિદ્ધિથી સૌથી વધું ખુશ મારી માતા છે. મારી મહેનત રંગ લાવી, આજે કચ્છ જ નહીં પરંતુ આખા ગુજરાતમાં મારૂ નામ છે. મે માત્ર દસ સુધી જ અભ્યાસ કર્યો છે, પરંતુ હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન ગાવા પર આપી રહી છું. કચ્છી કોયલના નામથી ફેમસ થયેલા આખી દુનિયામાં જાણીતુ નામ બની ગયું છે.

error: Content is protected !!