ગુજરાતનો શોકિંગ બનાવઃ ‘પાગલ પ્રેમી’ સગીરાનું અપહરણ કરી જંગલમાં લઇ ગયો અને પછી આખી રાત…

એક ધ્રુજાવી દેતો શોકિંગ બનાવ સામે આવ્યો છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વેલવાગડ ગામના તળાવ ફળિયામાં રહેતો એક યુવક 1 વર્ષ ઉપરાંતથી પારડી તાલુકાની એક સગીરાને એક તરફી પ્રેમમાં હેરાન કરતો હતો. જેથી સગીરાના પરિવારના સભ્યોએ યુવકને સમજાવ્યો હતો. જોકે, માથાભારે યુવકે ગઈકાલે તેના મિત્ર સાથે સગીરાના ઘરે પહોંચી સગીરાની માતા, બહેન અને કાકા ઉપર જીવલેણ હુમલો કરીને યુવક સગીરાનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો.

યુવક પારડીના ટુકવાડા નવી નગરી ખાતે આવેલા જંગલમાં ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસ સહિત જિલ્લાનો પોલીસ કાફલો સગીરાને બચાવવા ખડકી દેવામાં આવ્યો હતો. રાત્રી દરમિયાન 300 પોલીસ જવાનો અને 50 સ્થાનિક લોકોએ સગીરાની શોધખોળ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લા પોલીસ જવાનોએ રાતભર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું. ત્યારે વહેલી સવારે સગીરાને 2 યુવકો પાસેથી ઉગારી લેવામાં આવી છે. ગાઢ જંગલમાં યુવકો સગીરાને મૂકી ભાગી છૂટ્યા હતા. પોલીસે જંગલમાં યુવકોનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રહેતી એક સગીરા પાછળ છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી વેલવાગડ ગામનો સુનિલ પડ્યો હતો. યુવક સગીરાને વારંવાર હેરાન કરતો હતો.

સગીરાના પરિવારે સુનીલને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમછતાં યુવક સગીરાને એક તરફી પ્રેમ છોડવા તૈયાર ન હતો. ગત રોજ સુનિલ તેના મિત્ર સાથે સગીરાના ઘરે પહોંચ્યો હતો અને સગીરાની માતા, બહેન અને કાકા ઉપર જીવલેણ હુમલો કરી નવીનગરી ખાતે આવેલા ગાઢ જંગલમાં સગીરાને લઈને ફરાર થઇ ગયો હતો.

આ ઘટનાની જાણ પારડી પોલોસની ટીમને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બંને યુવકો પાસેથી સગીરાને બચાવવા પોલીસે નાકાબંધી હાથ ધરી હતી. વલસાડ જિલ્લા પોલીસના કાફલાએ ટુકવાડા નવી નગરી અને જંગલ વિસ્તારને ચારે બાજુથી કોડન કરીને સુનિલ અને તેના મિત્રના ચુંગાલમાંથી સગીરાને છોડાવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા.

વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલા, LCB, SOGની ટીમ સહિત જિલ્લાનો પોલીસ કાફલો ટુકવાડા ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. રાત અને ગાઢ જંગલ હોવાથી પોલીસને સગીરાને બચાવવામાં ઘણો વિલંબ થઈ રહ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસે નાઈટ ડ્રોન અને ટેક્નિકલ એનાલિસિસ તેમજ ગામના સ્થાનિક લોકોની મદદ લઈને આખીરાત જંગલમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું.

જે બાદ વહેલી સવારે સગીરાને યુવકોને ચુંગાલમાંથી ઉગારી લેવામાં આવી હતી. સુનિલ અને તેનો મિત્ર સગીરાને મૂકીને ગાઢ જંગલમાં ભાગી છૂટ્યા હતા. વલસાડ પોલીસે સગીરાનો સુરક્ષિત બચાવ કર્યા બાદ બંને યુવકોને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવ્યું છે. વલસાડ પોલીસની સતર્કતાને લઈને સુરતની ગુષ્માં અને રાજકોટ જેવી ઘટના થતા ટળી હતી.

error: Content is protected !!