યુવાને મેસેજમાં ‘મમ્મીને સાચવજો’ લખી જીવન ટૂંકાવ્યું, કારણ જાણી પરિવાર સ્તબ્ધ

એક શોકિંગ અને ધ્રુજાવી દેતો બનાવ સામે બન્યો છે. નવસારીમાં એક યુવકે મમ્મીને સાચવજો તેવો અંતીમ મેસેજ લખી આત્મહત્યા કરી લીધી હતી. નવસારી શહેરના ધર્મીનનગર વિસ્તાર નજીક 24 વર્ષીય યુવાને પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધુ હતું.આ બનાવી પરિવાર પર આભ ફાટી પડ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલમાં ખસેડીને પરિવારને તેનો કબજો સોંપ્યો હતો. પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

શહેરમાં આવેલા ધર્મીનનગર નજીક સરદાર હાઈટ્સના પૂર્ણા બિલ્ડિંગમાં રહેતા 24 વર્ષીય યુવકે ગળે ફાસો ખાઈને આપઘાત કર્યો હતો. પૂર્ણા બિલ્ડિંગના 7 માળે રહેતા શ્રેયસની​​​​​​ માતા રસોડામાં કામ કરતા હતા, ત્યારે યુવકે પોતાના બેડરૂમમાં અંતિમ પગલુ ભર્યું હતું. એકના એક પુત્રએ આપઘાત કરી લેતા પરિવાર શોકમગ્ન થયો છે.

ટાઉન પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ શ્રેયસ પારિવારિક તણાવ હેઠળ આવી ગયો હતો કારણ કે માતા-પિતાના સંબંધોમાં કડવાશ આવી હતી, જેને લઈને છૂટાછેડાની પ્રક્રિયા શરૂ હતી તો બીજી તરફ બહેને પણ લવ મેરેજ કર્યા હતા. આ બે બાબતને કારણે તે ખૂબ જ ચિંતિત હતો અને તણાવ મહેસુસ કરતો હતો. આ કારણોને લીધે જ તેણે આત્મહત્યા કરી હશે તેવું પરિવારે પોલીસને પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે.

​​​​​​​શ્રેયસે ગળેફાંસો ખાતા પહેલા પોતાના પાડોશમાં રહેતા પારિવારિક સભ્યને ‘મમ્મીને સાચવજો’ તેવો મેસેજ કરીને અંતિમ પગલું ભર્યું હતું. ટાઉન પોલીસને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે આવીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલમાં ખસેડીને પરિવારને તેનો કબજો સોંપ્યો હતો. પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!