ગુજરાતની વધુ એક શોકિંગ ઘટના, એકતરફી પ્રેમમાં પાગલ યુવકથી કંટાળી સગીરાએ પેટ્રોલ છાંટ્યું

જોટાણા તાલુકાના મોયણ ગામમાં છેલ્લા કેટલાક સમયથી એકતરફી પ્રેમમાં પાગલ ઇસમ સગીરાને લગ્ન કરી લેવા તેમજ ભાગી જવા દબાણ કરતો હતો. સગીરા એક તરફી પ્રેમમાં પાગલ ઇસમના ત્રાસથી ઘરમાં પેટ્રોલ છાંટી આત્મહત્યા કરવા મજબુર બની હતી. સગીરાએ ગઈકાલે રવિવારે પોતાના ઘરમાં પેટ્રોલ છાંટી પોતાને આગના હવાલે કરી દેતા તેણી ખરાબ રીતે દાઝી ગઈ હતી. જેથી તેને સારવાર અર્થે અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

જ્યાં તેણીએ આરોપી અજય ઠાકોર તેને છેલ્લા આઠ માસથી લગ્ન કરી લેવા તેમજ ઘરેથી ભાગી જવા દબાણ કરતો હોવાથી તેના ત્રાસના લીધે તેણે પેટ્રોલ છાંટી ઘરમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું. જેથી કડી પોલીસે તેના નિવેદનના આધારે આરોપી અજય ઠાકોર વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

સગીરાને આત્મહત્યા કરવા મજબૂર કરનાર આરોપી અજય ઠાકોર કડી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.બી.ગોસ્વામીની સૂચનાથી ડી-સ્ટાફના પીએસઆઈ એસ.બી.ધાસુરાએ આખા દિવસની મહેનત બાદ 24 કલાકમાં આરોપીને શોધી કાઢી પ્રશંસાપાત્ર કાર્ય કર્યું છે. આરોપી અજય ઠાકોરને કડી તાલુકામાંથી ઝડપી પાડી તેને જેલના હવાલે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!