108માં કામ કરતા સ્ટાફને સો સો સલામઃ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકને 5 લાખ રૂપિયા પરત કર્યા

ભાવનગર: ભાવનગરના પાલીતાણામાં 108ના સ્ટાફે 5 લાખ જેવી રકમ એકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકને પરત કરી હતી. કોરોનાના કપરા સમયગાળામાં સતત વધતી જતી પરિવારની જરૂરિયાતને પૂર્ણ કરવા તનતોડ મહેનત જ માત્ર વિકલ્પ હોય છે. અનેક ઈમાનદારી ડગાવે તેવી ઘટનાઓ સામે આવે છતાં પોતાની ઈમાનદારીને ડગાવ્યા વગર ફરજ ઉપર પ્રમાણિક પણું દાખવે તેના અનેક દાખલાઓ સામે આવે છે. આવો જ એક દાખલો પાલીતાણા 108 ઇમરજન્સી ટીમ સામે ગઈકાલ મોડી રાત્રે આવ્યો હતો.

ભાવનગરના ધંધાદારી યુવાનને ટોડી નજીક અકસ્માત નડ્યો હતો. ઇનોવા કાર પલટી મારી જતા યુવક બેભાન બની ગયો હતો. આ અકસ્માતની જાણ પાલીતાણા 108ને થતા તે મદદ માટે આવી પહોંચી હતી. જેમાં સ્થળ ઉપર પાલીતાણા 108 પહોંચતા ઇ.એમ.ટી હિફાભાઇને પાયલોટ જગદીશભાઈને કારચાલક યુવાન બેભાન અવસ્થામાં મળ્યો હતો.

સાથે જ ઇનોવા કારમાંથી 5 લાખ જેવી મોટી રકમ તેમજ એક લેપટોપ અને બે મોબાઈલ મળી આવ્યા હતા. આટલી મોટી રકમ નજર સામે આવતા કોઈ પણ વ્યક્તિનું ઈમાન એક વાર ડગે પણ 108 ઇમરજન્સી સેવાના બંને કર્મચારીઓની ઈમાનદારી ટસ થી મસ થઈ ન હતી.

તેમને બેભાન યુવક અક્ષયરાજસિંહ ગોહિલને સારવાર માટે તાત્કાલિક પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો.

અહીં દવાખાના ઉપર જ યુવકના પરિવારજનોનો સંપર્ક સાધીને તેમને યુવક પાસેથી મળેલા 5 લાખની રોકડ રકમ તેમજ તેમની ચીજવસ્તુઓ પરત કરી એક ઉમદા સર્વશ્રેષ્ઠ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આથી, 108ના ઈ.એમ.ઈ નરેશ ડાભી તેમજ ઉપરી અધિકારીઓ દ્વારા બંને કર્મચારીઓની પ્રમાણિકતાની નોંધ લઈને બિરદાવ્યાં હતા.

error: Content is protected !!