70 વટાવી ગયેલા દંપતીએ ધામધૂમથી કર્યા લગ્ન, સમાજને આપ્યો આ સંદેશો, તસવીરો જોઈને નહીં થાય વિશ્વાસ
હાલ લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે લગ્નની વિધિઓ અને જુદા જુદા પ્રસંગો માત્ર ફોટોગ્રાફીને અનુરૂપ થઇ ગયા છે. જુદીજુદી વિધિના પરફેક્ટ પોઝ આવી જાય એટલે વિધિ પુરી. લગ્નનું મહત્વ શું છે, સપ્તપદી ના સાત વચનો નિભાવવા કેટલા જરૂરી છે વિગેરે વિગેરે નવી પેઢીને તો સમજાવાતું જ નથી ત્યારે આવા લગ્નો ઘણી વાર લાંબા ચાલતા પણ નથી.
કારણ નવયુગલોને લગ્નનું મહત્વ, જવાબદારી અને ગંભીરતાનો ખ્યાલજ હોતો નથી. ત્યારે અત્યારે આપણે અહીં વાત કરવી છે એવા નવયુગલની જે લગ્નના 50 વર્ષે પણ એટલુંજ ઉત્સાહી છે એકબીજા પ્રત્યે એવોજ પ્રેમ , એવી સમજણ કે 50 વર્ષે પણ એમના લગ્ન જુના થતાંજ નથી.
વાત છે પાટડી તાલુકાના બજાણા ગામના રાજેશભાઈ ચતુરદાસ કોટકની જેઓના લગ્ન 50 વર્ષ પૂર્વે દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામના કપિલાબેન વ્રજલાલ ઠક્કર સાથે થયા હતા પરિવારમાં ત્રીજી પેઢી પણ પરણી ગઈ છે આમ છતાં બંનેનો પ્રેમ નવયુગલ જેવોજ તરોતાજા છે. લગ્નની 50મી વર્ષગાંઠ નિમિત્તે આ લોકપ્રિય દંપતીને પરિવારે અનોખી ભેટ આપી.
સાણંદના અતિથિ બંગલો ખાતે રહેતા તેમના પુત્રો હાર્દિકભાઈ અને ચકાભાઈએ વિચાર્યું કે મમ્મી -પપ્પાની 50મી લગ્નની વર્ષગાંઠ નિમિત્તે 50 વર્ષ પૂર્વે બનેલો પરિણય પ્રસંગ રીક્રીએટ કરીએ અને થયું પણ એવુ જ શનિવારે આ 70 વટાવી ગયેલા યુગલના સગાઈથી લઈને લગ્ન સુધીના તમામ પ્રસન્ગો ધામધૂમથી યોજાયા.
જેમાં રીગ સેરેમની, કેક કટિંગ, ગરબા અને વરઘોડો અને છેલ્લે સપ્તપદીના ફેરા અને આ પ્રસન્ગના સાક્ષી બન્યા સગા સંબંધીઓ અને અતિથિ બંગલો સોસાયટીના રહીશો. 50-50 વર્ષો એકસાથે વિતાવીને પાનખરને વસંતમાં ફેરવવાની કળા આ દંપતી પાસેથી નવપરિણીત યુગલોએ જરૂરથી શીખવી જોઈએ. આજકાલ માત્ર લગ્ન ફોટોગ્રાફી પુરતું સીમિત બની ગયું હોય એમ કેમેરામાં જ કેદ થઇ રહી ગયું છે.