હનીમૂન ઉપર મિત્રોને સાથે જવા માગતો હતો વરરાજો, જ્યારે પત્નીને તેની જાણ થઈ તો તેણે ભર્યુ આ પગલુ

લગ્ન પછી દરેક કપલ પોતાનું હનીમૂનની આતુરતાથી રાહ જુએ છે. કેટલાક તો લગ્ન પહેલા હનીમૂન પ્લાન કરે છે. હનીમૂન એ એવો સમય છે જ્યારે કપલ દુનિયાભરની ચિંતા કર્યા વિના એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. આ બહુ ખાનગી વાત છે. આ દરમિયાન, તેમના રોમાંસ અને ખાસ પળોમાં સંબંધીઓ અથવા મિત્રોની કોઈ દખલ હોતી નથી.

વરરાજાએ હનીમૂનમાં દોસ્તોને આપ્યુ આમંત્રણ
હવે જરા વિચારો કે શું થાય જો વરરાજો તેના મિત્રોને તેના હનીમૂન પર દુલ્હન સાથે લઈ જાય તો. બધા જાણે છે કે મિત્રો કેટલા તોફાની હોય છે. પછી હનીમૂન જેવી ખાનગી ક્ષણે મિત્રોની હાજરી પણ ઘણી વિચિત્ર હોય છે. કયા દોસ્તની નિયત ખરાબ થઈ જાય અથવા તો તે દુલ્હનને કેટલું અસહજ કરી દે તે કહી શકાય નહી

.

જોકે, આમ તો તમારામાંથી ઘણા લોકો હનીમૂન ઉપર પત્ની સિવાય કોઈને લઈને નહી જાય. પરંતુ આજે અમે તમને એવા વરરાજાનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાના હનીમૂન પર મિત્રોની ટોળીને આમંત્રણ આપ્યું હતું.

પત્નીને જાણ થઈ તો થઈ ગયા લેવાનાં દેવા
વરરાજાએ તેના મિત્રોને હનીમૂન પર જવાનો વાયદો કર્યો હતો, પરંતુ જ્યારે લગ્ન પછી હનીમૂન પર જવાનો સમય આવ્યો ત્યારે વાત ગડબડ થઈ ગઈ. જ્યારે તેણે તેની પત્નીને આ વાત કહી તો હોબાળો મચી ગયો. આ પછી કંઈક એવું થયું જેની વરરાજાએ કલ્પના પણ નહીં કરી હોય.

દુલ્હને પોતે તેના હનીમૂનની આ સ્ટોરી સોશિયલ મીડિયા વેબસાઇટ પર શેર કરી છે. તેણીએ વર્ણવ્યું કે કેવી રીતે તેના નવ-પરિણીત પતિએ લગ્ન પહેલા મિત્રોને તેમના હનીમૂનનું આયોજન કરવાનું કામ સોંપ્યું હતું.

પછી હદ તો ત્યારે થઈ જ્યારે તેણે લગ્ન પછી મિત્રોને હનીમૂન પર લઈ જવાની વાત શરૂ કરી. દુલ્હને કહ્યું કે જ્યારે તેને આ વાતની ખબર પડી તો તેણે તેના પતિને ઘણું કહ્યું. તેને તેના પતિ પર ગુસ્સો આવ્યો. તો તેણે તેનાં મિત્રો ઉપર પણ ગુસ્સો કર્યો હતો.

પત્નીએ કહ્યું- તું એક નંબરનો મૂર્ખ છે
વરરાજાએ પણ પત્નીને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તે રાજી ન થઈ. તેણે હનીમૂન પર બીજા કોઈને સાથે લઈ જવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. તેણે તેના પતિને સૌથી મોટો મૂર્ખ કહ્યો. આ પછી વરરાજાએ આખી વાત તેના મિત્રોને જણાવી. જો કે, બાદમાં તેના મિત્રો તેની સાથે હનીમૂન પર ગયા હતા કે નહીં, આ માહિતી હજુ સામે આવી નથી.

error: Content is protected !!