માની જ નથી શકાતું કે ઉછળ કૂદ કરતી દીકરી હવે આપણી વચ્ચે નથી, જુઓ પરિવાર સાથે વિતાવેલી અંતિમ ક્ષણોની તસવીરો

સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં ગળું કાપી હત્યા કરી નાખી હતી, જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. આજે નીકળેલી અંતિમયાત્રામાં પણ મોટી સંખ્યામાં સ્વયંભૂ લોકો જોડાયા હતા.

ત્યારે દીકરીની હત્યાથી પરિવાર પાસે હવે માત્ર તેની તસવીરોરૂપી યાદો જ રહી છે. પરિવારની લાડકી દીકરી ગ્રીષ્મા સાથે ફરવાથી લઈને સાથે વિતાવેલો સમય યાદ કરવતી તસવીરોમાં જ હવે ગ્રીષ્મા જીવતી રહેશે.

ગ્રીષ્મા દિવ્યાંગ માતા વિલાસબેન-પિતા નંદલાલની જ નહીં, પણ કુટુંબની લાડકી દીકરી હતી. ઘરકામ સાથે અભ્યાસ કરવો દિવ્યાંગ માતાની સેવા કરવી, સાથે સાથે ઘરમાં ટીકી લગાડવાનું કામ કરી બે રૂપિયા કમાતી હતી.

બહાર ગામ જતી તોપણ માતાને દિવસના 3 ફોન કરી હાલચાલ પૂછતી હતી. પિત્ઝા અને સેન્ડવિચ, એ પણ ચીઝવાળા તો તેને ખૂબ જ ભાવતા હતા.

પોતાની બચતમાંથી જ ખરીદવાનું પસંદ કરતી હતી. કપડાનો ખૂબ જ શોખ હતો. જીન્સ અને ટી-શર્ટ, કુરતો, એના પર દુપટ્ટો લીધા વગર બહાર નહીં નીકળતી હતી.

મે મહિનામાં પિતા આફ્રિકાથી આવ્યા બાદ ગ્રીષ્મા પરિવાર સાથે નૈનિતાલ અને કેરળ ફરવા જવાની હતી. 1500 રૂપિયા ભરીને ગિટાર શીખવા જતી હતી.

તલાટી-મામલતદારની પરીક્ષાનું ફોર્મ પણ ભર્યું હતું. રોજ સવારે 4 વાગ્યે ઊઠીને તૈયારી પણ કરતી હતી.

એવું પણ કહેતી હું તો પોલીસ-ઇન્સ્પેક્ટર બનવા માગું છું, ભણવામાં હોશિયાર હતી.

આખું કુટુંબ તેને સહકાર આપતો હતો. ગઈ દિવાળી પર માતા અને મામા-મામી સાથે શ્રીનાથજી ફરવા પણ ગઈ હતી.

મામીના બ્યૂટિપાર્લરમાં કામ કરતી અને પાર્લરનું શીખતી પણ હતી તેમજ દુલ્હનને તૈયાર પણ કરવા જતી હતી. તેનામાં બધી જ આવડત હતી.

માની જ નથી શકાતું કે ઉછળ કૂદ કરતી દીકરી હવે આપણી વચ્ચે નથી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી એવી પ્રભુ પાસે પ્રાર્થના. ઓમ શાંતિ ઓમ…

error: Content is protected !!