દીકરીના પાર્થિવ દેહને જોતા જ માતાએ ચીસ પાડી, હાજર સૌ કોઈ ધ્રુજી ગયા, જુઓ ભાવુક તસવીરો

આજે ખૂબ ગમગીનીભર્યો દિવસ છે. સુરતમાં આજે મામૂમ દીકરી ગ્રીષ્મા વેકરિયાના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. ગ્રીષ્માના પિતા આજે વહેલી સવારે આક્રિકાથી ઘરે આવી ગયા હતા. ગ્રીષ્માના અંતિમ સંસ્કારમાં હ્રદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. લાડલી દીકરીના દેહને ભેટીને પિતા ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા. તો માતાના કરુણ આક્રંદે આખા સુરતને ધ્રુજાવી દીધું હતું. આ તકે હાજર સૌ કોઈ રડી પડ્યું હતું. એક આંખે એવી બાકી નહોતી કે જે ભીની ન થઈ હોય.

ગ્રીષ્માના અંતિમ સંસ્કાર મોટી સંખ્યામાાં લોકો જોડાયા હતા. અશ્વનીકુમાર સ્મશાનભૂમિમાં ગ્રીષ્માના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રસ્તા પર 200 પોલીસ કર્મીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

12 ફેબ્રુઆરીના રોજ સુરત જિલ્લામાં કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલાભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

ગ્રીષ્માના માતા વિલાસબેન હજુ સુધી ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ છે. પિતા નંદલાલભાઈને પહેલા ભાઈનો અકસ્માત થયો હોવાનું કહી સુરત આવવા કહ્યું હતું. જોકે, ત્યારબાદ દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. પિતા આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમવિધિની કામગીરી કરવામાં આવી છે.

આખી ઘટનાથી માતા અજાણ છે, જાગે એટલે ગ્રીષ્મા ચાલ ઘરમાં પોત્તા મારી દે, ઘરકામ પત્યું કે નહીં એવી રાડો પાડે છે. દવા પીવડાવી સૂવડાવા પડે છે. દીકરીને નજર સામે ગળું કપાતા જોઈ માતાની ખૂબ જ આઘાત લાગ્યો છે. કોઈની હિંમત નથી ચાલતી કે એમ કહીએ ગ્રીષ્મા નથી રહી. ભગવાન આ આઘાતમાંથી નીકળવાની શક્તિ આપે એવી જ પ્રાર્થના કરીએ છીએ.

શું હતો બનાવ
મૂળ જૂનાગઢના નાગલપુરના વતની અને હાલ પાસોદરા પાટિયા-નવાગામ ખાતે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીષ્મા નંદલાલ વેકરિયા (ઉં.વ.21) જે.જે.શાહ કોલેજમાં બી-કોમનો અભ્યાસ કરે છે. દરમિયાન તેની સાથે અભ્યાસ કરતા મૂળ મોટી વાવડી, ગારિયાધારના વતની અને હાલ કાપોદ્રા સાગર સોસાયટીમાં રહેતો ફેનીલ પંકજ ગોયાણી છેલ્લા ઘણા સમયથી ગ્રીષ્માને હેરાન-પરેશાન કરતો હતો.

છેલ્લા કેટલાક દિવસથી યુવક ફેનિલ યુવતી ગ્રીષ્મા નો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. દરમિયાન એકતરફી પ્રેમમાં પાગલ બનેલા ફેશન ડિઝાઇનર ફેનીલ સાંજે ગ્રીષ્માના ઘરે પહોંચી ગયો હતો.

ગ્રીષ્મા વેકરિયાના મોટા પપ્પાએ આજે ફરી ઠપકો આપતા યુવક ફેનિલે ઉશ્કેરાઈને ચપ્પુથી હુમલો કર્યો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી તેને રસ્તા પર લઈ ગયો હતો. યુવતીના પરિવાર સભ્યો તેમજ અન્ય લોકો ગ્રીષ્માને છોડી મુકવા આજીજી કરતા રહ્યા હતા પરંતુ ફેનીલ એકનો બે થયો ન હતો. અને નિર્દયી ફેનિલે સરાજાહેર પરિવારની સામે ચપ્પુથી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. છોડાવવા વચ્ચે પડેલા ગ્રીષ્માના મોટા કાકા સુભાષભાઈને તેમજ ગ્રીષ્માના ભાઇ ધ્રુવને પણ ચપ્પુથી ઇજા પહોંચાડી હતી.

એટલું જ નહીં ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ પર પણ ફેનિલ ગોાયાણીએ હુમલાની કોશિશ કરી હતી. ત્યારબાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બાદમાં તેને સ્વિમેર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ગ્રીષ્માના પિતા નાઇજીરીયામાં હીરાના વેપાર સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ગ્રીષ્મા માતા વિલાસબેન અને ભાઇ સાથે રહેતી હતી. ગ્રીષ્માની હત્યાની જાણ થતાં જ તેના પિતા નાઇજીરીયાથી વતન આવવા રવાના થઈ ગયા છે. આ ચકચારી ઘટનાથી આખા ગુજરાતમાં રોષ સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.

ગ્રીષ્માના ભાઈ ધ્રુવે નોંધાવેલી ફરિયાદ અક્ષરશ:
મારું નામ ધ્રુવ નંદલાલ વેકરિયા છે. આજ રોજ મારી બહેન ગ્રીષ્મા મારી મમ્મીને વાત કરતી હતી કે, ‘ફેનિલ 1 વર્ષથી મને હેરાન કરે છે. તેને મામાએ અને પપ્પાના મિત્ર હરેશ કિકાણીએ પણ અગાઉ સમજાવેલ હતો છતાં હેરાન કરે છે. આજે પણ તે ગેટ પાસે આવીને ઊભો છે.’ આ વાત મેં મારા મોટા પપ્પા સુભાષભાઈને કરી હતી. સાંજે 6.00 વાગે હું અને મોટા પપ્પા સમજાવવા માટે ગયેલા અને ફેનિલને કહેલ કે, ‘તું શા માટે ગ્રીષ્માને હેરાન કરે છે?’ તેમ કહેતાં ફેનિલ ઉશ્કેરાઈ તકરાર કરવા લાગ્યો હતો.

ફેનિલે મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધેલ જેથી હું છોડાવવા જતાં મેં ચપ્પુ પકડી લીધેલ જેથી મને જમણા હાથે ચપ્પુ વાગ્યું હતું. તે પછી તેણે મારા માથાના ભાગે ચપ્પુ માર્યું હતું. એટલામાં ગ્રીષ્મા અને મમ્મી દોડી આવતાં ફેનિલે મારી બહેનને ગળામાંથી પકડી લઈને ગળા પર ચપ્પુ મુકી દીધું હતું, જેથી મારી બહેન અને અમોએ ઘણી બૂમો પાડી હતી, પણ તેણે મારી બહેનને છોડેલ નહીં તેમજ બધા ગભરાઈ ગયેલ હોવાથી કોઈ વચ્ચે પડેલ નહીં. તેણે મારી બહેનનું ચપ્પુ વડે ગળું કાપી નાખેલ અને પોતાના ખિસ્સામાંથી કોઈ ઝેરી પ્રવાહી બહાર કાઢી પી ગયેલ. બાદમાં પોલીસ આવતાં ફેનિલ પોતાના હાથે ચપ્પુ મારવા લાગ્યો હતો.

error: Content is protected !!