જે લાડલી બહેનને જવતલ હોમીને વિદાઈ આપવાની હતી તેને મુખાગ્નિ આપીને નાનો ભાઈ ભાંગી પડ્યો

આજે ખૂબ ગમગીનીભર્યો દિવસ છે. સુરતમાં આજે મામૂમ દીકરી ગ્રીષ્મા વેકરિયાના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. ગ્રીષ્માના પિતા આજે વહેલી સવારે આક્રિકાથી ઘરે આવી ગયા હતા. ગ્રીષ્માના અંતિમ સંસ્કારમાં હ્રદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. ત્યારે વિધિની વક્રતા કહો કે, કાયદા વ્યવસ્થાની નબળાઈ. જે હાથ મોટી બહેનના જવતલ હોમવાના સપના નાનપણથી જોયા હતાં.

એ જ બહેનની ઘાતકી હત્યાં થતાં મુખાગ્નિ આપવાની પીડા નાનેરાભાઈને ભોગવવી પડી હતી.સુરતના પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા થયા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.

મુખાગ્નિ આપીને નાનોભાઈ ધ્રુવ રીતસરનો ભાંગી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિમાંથી ઘરે મોકલી દેવાની ફરજ પડી હતી.

અભ્યાસ કરતો 17 વર્ષનો ધ્રુવ વેકરિયા ગ્રીષ્માથી ચાર વર્ષ નાનો છે. ગ્રીષ્માની કરપીણ હત્યા થઈ ત્યારે તે ત્યાં જ હાજર હતો. હુમલાખોરે ધ્રુવને પણ ઈજા પહોંચાડી હતી.

માથાના અને પગ તથા હાથના ભાગે પણ ઈજા પહોંચી હતી. જેથી ધ્રુવની સારવાર કરવામાં આવી હતી. આજે ધ્રુવને માથામાં અને હાથમાં પટ્ટીઓ સાથે સ્મશાનમાં આવ્યો હતો અને ભારે હૈયે મુખાગ્નિ આપી હતી.

 

નજર સામે જ બહેનને રહેંસાતી જોઈને મરણ ચીસો પાડી ચૂકેલો ધ્રુવ આજે સ્મશાનમાં દુલ્હનની જેમ સજેલી બહેનને મુખાગ્નિ આપતા ભાંગી પડ્યો હતો. બે વ્યક્તિઓએ સપોર્ટ આપીને મુખાગ્નિ ધ્રુવના હાથે અપાવી હતી.

જો કે, ત્યારબાદ ધ્રુવની હાલત જોઈને તાત્કાલિક ઘરે મોકલી દેવાની ફરજ પડી હતી. હાજર લોકોમાંથી ચારેક લોકો ધ્રુવને ઝડપથી ઘરે લઈ ગયા હતાં.

error: Content is protected !!