દીકરી પર રેપનો પિતાએ લીધો બદલો, કોર્ટના દરવાજા પાસે જ ગોળીઓ ધરબી વિંધી નાખ્યો

એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. દીકરી પર રેપ કરતાં યુવકે ઘાતકી બદલો લીધો હતો. જેમાં સગીર વયની દીકરી પર રેપ આચરનાર આરોપીને પિતાએ સિવિલ કોર્ટના દરવાજા પાસે જ ગોળીઓ ધરબી દીધી હતી. ગોળીઓ વાગતાં જ આરોપી તરફડીયા મારીને મોતને ભેંટી પડ્યો હતો. કોર્ટ પરિસરમાં લોહીના ખાબોચિયા ભરાયા હતા. આ દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ ધ્રુજી ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો.

આ હચમાચાવી દેતી ઘટના ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં શુક્રવારે ઘટી હતી. આ ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. ગોળી વાગવાથી મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ દિલશાદ હુસૈન જણાવવામાં આવ્યું છે. આરોપીને ગોળી મારનાર પીડિત દીકરીનો પિતા હોવાનું કહેવાય છે.

દિલશાદ જામીન પર બહાર હતો અને પહેલી તારીખે કોર્ટમાં પહોંચ્યો હતો ત્યારે પીડિત દીકરીના પિતાએ ધડાધડ ગોળીઓ ધરબીને હત્યા કરી હતી. જો કે હત્યા બાદ પોલીસે સમક્ષ આત્મસમર્પણ પણ કર્યું હતું.

આ ઘટના સિવિલ કોર્ટના ગેટ પર બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી દિલશાદ હુસૈન કોર્ટમાં વકીલને મળવા આવ્યો હતો. આ દરમિયાન તેને કોર્ટના મેઈન દરવાજા પર જ ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

આરોપ છે કે આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ સ્થળ પર હાજર હતા, જેઓ ગોળી છૂટતાની સાથે જ ભાગી ગયા હતા. આ સનસનીખેજ હત્યા કરનાર પીડિત દીકરીનો પિતા હોવાનું કહેવાય છે.

રેપનો આરોપી દિલશાદ જામીન પર બહાર હતો
30 વર્ષીય દિલશાદ હુસૈન સગીર પર રેપના કેસમાં જામીન પર બહાર હતો. આ કેસમાં તે તેની પ્રથમ તારીખ હતી. દિલશાદ હુસૈને પોતાના વકીલને બપોરે ફોન કર્યો હતો. કોવિડ પ્રોટોકોલના કારણે વકીલ બહાર આવીને તેને મળવાના હતા, આ દરમિયાન છોકરીના પિતાની નજર આરોપી પર પડી અને ધડાધડ છોડાને આરોપીને રહેંસી નાખ્યો હતો.

ધોળાદિવસે બનેલી ઘટનાથી ખળભળાટ મચી ગયો
સિવિલ કોર્ટમાં ધોળાદિવસે બનેલી આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. હત્યાનો આરોપી ગોરખપુરના બરહાલગંજ વિસ્તારનો રહેવાસી છે, જ્યારે મોતને ભેટનાર વ્યક્તિ દિલશાદ હુસૈન બિહારનો રહેવાસી હતો. પોલીસે આ હત્યારાને પકડીને આ મામલાની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

error: Content is protected !!