યુવકના પેટમાંથી મળ્યું 42 લાખ રૂપિયાનું સોનું, એક્સ-રે જોઈને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા

સ્મગલિંગની દુનિયા ઘણી મોટી છે. એવી વસ્તુઓ જેને વેચવી ગેરકાયદેસર હોય અથવા જેના પર ટેક્સ આપવો પડે છે, આવી વસ્તુનો સ્મગલર્સ પોતાના ધંધા માટે ઉપયોગ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આ વસ્તુઓનું સ્મગલિંગ કરવામાં આવે છે. સ્મગલિંગની રીત ઘણી વખત લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. તાજેતરમાં ઈમ્ફાલ એરપોર્ટ પર એક વ્યક્તિની સોનાની તસ્કરી કરતો પકડાયો છે. આ વ્યક્તિ જે રીતે સોનું લઈ જઈ રહ્યો હતો તેની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે.

રિપોર્ટના અનુસાર, આ વ્યક્તિ ઈમ્ફાલથી દિલ્હી જઈ રહ્યો હતો. દિલ્હીમાં સોનાની તસ્કરી થવાની હતી. વ્યક્તિની ઓળખ મોહમ્મદ શરીફના નામથી થઈ છે. એરપોર્ટ પર સિક્યોરિટીને તેની હરકતો પર શંકા ગઈ.બાદમાં જ્યારે તેને તપાસ માટે લઈ જવામાં આવ્યો તો તે ઘણો ડરી ગયો હતો. આવી સ્થિતિમાં CISF અને કસ્ટમ અધિકારીઓએ તેને પકડી લીધો, ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી. તેના કપડાંમાંથી અને વસ્તુમાંથી કંઈ ન મળ્યું. ત્યારબાદ મોહમ્મદ શરીફનો એક્સ-રે કરવામાં આવ્યો.

એક્સ-રે જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. વ્યક્તિના ગુદામાર્ગમાં લગભગ 908 ગ્રામ સોનું હતું. સોનું પેસ્ટના સ્વરૂમમાં તેના પેટમાં નાખવામાં આવ્યું હતું. આ પેસ્ટને ચાર ભાગમાં વેચીને તેના પેકેટ બનાવીને ગુદામાર્ગમાં છુપાવવામાં આવ્યું હતું. એક્સ-રે જોયા બાદ પોલીસે કડક પૂછપરછ કરી હતી જેમાં તેણે પોતાનો આરોપ કબૂલ કર્યો હતો. તેને જણાવ્યું કે, ઘણી મુશ્કેલીથી તેને નીચેના માર્ગેથી પોતાના ગુદામાર્ગમાં સોનાની પેસ્ટ ઘુસાડી હતી. કસ્ટમ અધિકારીઓએ તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મોહમ્મદ શરીફ મૂળ રીતે કેરળના કોઝિકોડનો રહેવાસી છે. તે ઈમ્ફાલથી દિલ્હી જઈ રહ્યો હતો. ઈમ્ફાલમાં સોનાની તસ્કરી વધારે થઈ રહી છે. થોડા સમય પહેલા અહીં એક અજ્ઞાત વાહનમાં 43 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું જેની કિંમત લગભગ 21 કરોડ હતી. અહીંથી સોનું લઈને બાકીના રાજ્યોમાં તસ્કરો ઉંચા ભાવે વેચે છે. અત્યારે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરીને તેની ગેંગ સુધી પહોંચવાની તૈયારી કરી રહી છે.

error: Content is protected !!