પ્રેમીએ દગાબાજ ગર્લફ્રેન્ડની જાહેરમાં પોલ ખોલી નાખી, અણીના સમયે યુવકે લગ્ન કેન્સલ કરી નાખ્યા, યુવતી જોતી રહી ગઈ

ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડનો સંબંધ પ્રેમાળ હોય છે, પરંતુ જ્યારે આ સંબંધોમાં તિરાડ પડે છે અથવા ખટાશ આવે છે ત્યારે આ સંબંધો ખરાબ થઈ જત હોય છે. ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ વચ્ચેના વિવાદ અંગે આપણે હંમેશાં સમાચારમાં વાંચતા હોઈએ છીએ. કેટલીકવાર સામાન્ય ઝઘડો હોય તો તે થાળે પડી જતો હોય છે, તો ક્યારેક પરિણામ ખરાબ પણ આવે છે. આવું જ કંઈક એક વાઈરલ વીડિયોમાં જોવા મળ્યું. જ્યાં એક ગર્લફ્રેન્ડે પોતાના બોયફ્રેન્ડ સાથે દગો કરી રહી છે.

ગર્લફ્રેન્ડે લગ્ન પહેલા જ વિશ્વાસઘાત કર્યો
ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક કપલ પોતાના લગ્ન માટે મેરેજ ફોર્મ પર સાઈન કરવા જઈ રહ્યું હોય છે, અને ત્યારે બોયફ્રેન્ડ પોતાની પાર્ટનરને વિશ્વાસઘાત કરતા પકડી લે છે. મેરેજ ફોર્મ ભરતી વખતે વિશ્વાસઘાતી ગર્લફ્રેન્ડ બાજુમાં બેઠેલા એક વ્યક્તિના પગને ટચ કરી રહી હતી, આ હરકત તેનો બોયફ્રેન્ડ જોઈ લે છે. જેને લઈને તેનો બોયફ્રેન્ડ ગુસ્સે થઈ જાય છે અને મેરેજ ફોર્મ છીનવીને તેને ફાડી નાખે છે.

બોયફ્રેન્ડે જાહેરમાં પકડી પાડી
સોશિયલ મીડિયા પર વીડિયોને સરપ્રાઈઝ લવ સ્ટોરી નામના અકાઉન્ટે શેર કર્યો છે. વાઈરલ થઈ રહેલા આ વીડિયોને લગભગ 60 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જો કે, આ અકાઉન્ટ પર અપલોડ કરવામાં આવતા વીડિયો એક એક્ટ તરીકે હોય છે. જો કે, આવા વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે. લોકો આવા વીડિયોને પસંદ કરી રહ્યા છે અને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડના સંબંધને લઈને મજેદાર કમેન્ટ કરી રહ્યા છે.

error: Content is protected !!