ગીર ગાય ગર્ભ ધારણ કર્યા વગર જ 2.25 વર્ષની વાછરડી બે ટાઈમ દૂધ આપે છે, દૂધ ફક્ત મહાદેવને ચડાવવામાં આવે છે

જૂનાગઢના ભેંસાણમાં એક એવી ઘટના સામે આવી છે કે જેણે કુદરતને પણ ચેલેન્જ કરી છે. એક ગીર ગાય ગર્ભ ધારણ કર્યા વિના બે સમય દૂધ આપે છે. અવ્ય કામાક્ષી ગાય પ્રકારની આ ગાયને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત છે અને તેઓ તેના દર્શન માટે ઉમટી રહ્યા છે. વાછરડીનું ગર્ભધારણ કર્યા વગર બે ટાઈમ દૂધ આપી રહી છે, ડોક્ટરના દાવા પ્રમાણે લાખો ગાયની સંખ્યામાં આવી એક જ ગાય ગર્ભ ધારણ કર્યા વગર દૂધ આપે તે એક કુદરતી કમાલ જ કહેવાય.

આ ચમત્કારી ઘટના સામે આવી છે જૂનાગઢના ભેંસાણ તાલુકાના બરવાળા ગામે. એક ખેડૂતના 12 વીઘામાં ગાયોનો તબેલો બનાવેલો છે, જેમાં 12થી 14 ગાયો રાખેલી છે. એમાંની એક ગીર ગાય છે.

જેની ઉંમર 2.25 વર્ષની વાછરડી ગર્ભ ધારણ કર્યા વગર બે ટાઈમ દૂધ આપે છે. આવી ગાય ભાગ્યે જ જોવા મળે છે. બરવાળા ગામના ખેડૂત રમેશભાઈ આહીરના તબેલામાં રહેલી એક ગીર ગાય ગર્ભ ધારણ વગર બે ટાઈમ દૂધ આપતાં ખેડૂતો નવાઈ પામ્યા હતા.

હાલ તો કળિયુગમાં આ ગાયના દર્શન દુર્લભ હોવાથી સાધુ-સંતો તેમજ લોકોમાં આ ગાયના દર્શન કરવાથી સર્વ પાપનો નાશ થતો હોવાની પણ માન્યતા ઉભી થઈ છે. જેને કારણે આ ગાયના દર્શન કરવા માટે આસપાસના લોકો તેમજ અનેક સાધુ સંતો આવી પહોંચ્યા હતા. સાધુ સંતોના મને ગાયનું નામ કામાંક્ષી રાખવામાં આવ્યું હતું

જોકે, નિષ્ણાતોનું માનીએ તો, આ ગાય કામરું દેશની અવ્ય કામાક્ષી હોવાનું જણાય છે. આ પ્રકારની ગાય દેવી-દેવતાઓની પ્રિય ગાય હોવાનું પણ માનવામાં આવે છે. આ ગાયનું દૂધ શિવજીને અર્પણ કરવામાં આવે છે સાથે જ ધાર્મિક કાર્યોમાં વાપરવામાં આવે છે. સાથે જ આ ગાયનું દૂધ ફક્ત દેવતાઓ જ આરોગી શકે તેવું પણ સંતો કહી ગયા છે.

error: Content is protected !!