વરઘોડામાં ફટાકડો ફૂટતાં ઘોડી ભડકી, વરરાજાને લઈને ભાગી જતાં જોવા જેવી થઈ, વિડીયો થયો વાયરલ

રાજસ્થાન: રાજસ્થાનના અજમેરની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક વરરાજો પરણવા જવા માટે ઘોડી પર સવાર થયો હતો. વરઘોડામાં જાનૈયાઓ ડીજેના તાલ પર નાચી રહ્યા હતા.

આ દરમિયાન ફટાકડો ફૂટતા ઘોડી ભડકી હતી. કોઈ કંઈ સમજે તે પહેલાં જ ઘોડી ત્યાંથી ભાગી ગઈ હતી.

આ પછી કેટલાક જાનૈયાઓ બાઇક લઇને તો કેટલાક કાર લઈને ઘોડીની પાછળ દોડ્યા હતા. જાનૈયાઓએ માંડ-માંડ વરરાજાને ઘોડીથી બચાવ્યો હતો.

મહત્વનું છે કે, વરરાજો આ ઘટના પછી ખૂબ જ ડરી ગયો હતો. આ વિડીયો ત્રણ દિવસ જૂનો છે પણ અત્યારે સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

error: Content is protected !!