બે બહેનોએ કર્યો ગજબનો કમાલ, જર્બેરાનાં ફૂલોની ખેતીથી કરી રહી છે લાખો રુપિયાની કમાણી
થોડા સમય પહેલા સુધી, ઝારખંડમાં ક્યાંય જર્બેરાના ફૂલની (Gerbera Flower)ખેતી થતી ન હતી અને આ ફૂલો બેંગ્લોરથી આયાત કરવામાં આવતા હતા. પરંતુ, લોકડાઉનમાં શાળા બંધ થઈ તે દરમિયાન બે બહેનોએ કમાલ કરી દેખાડ્યુ. મોબાઈલ ફોન દ્વારા અભ્યાસ દરમિયાન બંનેએ જોયું કે ઝારખંડમાં આ ફૂલોની માંગ ઘણી વધારે છે. આવી સ્થિતિમાં બંનેએ રાજ્યમાં જર્બેરાના ફૂલોની ખેતી કરવાનું નક્કી કર્યું.
તેના વિશે વધુ માહિતી મેળવવા માટે બંનેએ ગૂગલની મદદ લીધી અને તેના માટે શેડ બાંધ્યો. બંનેએ પહેલીવાર પિતા સાથે મળીને ખેતી કરી હતી. હવે દર ત્રણ-ચાર દિવસે ફૂલોને ઝાડ પરથી તોડીને બજારમાં વેચવામાં આવે છે. જેના કારણે લાખો રૂપિયાનો નફો થયો છે.
જમશેદપુરથી લગભગ 40 કિમી દૂર જાદુગોડા પાસે એક ગામ છે, જેનું નામ કાલપાથર છે. આ ગામમાં મોટાભાગના ભગત જ્ઞાતિના લોકો વસે છે. બે બહેનો- પ્રીતિ અને પ્રિયંકા પણ આ ગામમાં રહે છે અને બંને શાળામાં અભ્યાસ કરે છે. શાળા બંધ દરમિયાન બંનેને ખબર પડી કે રાજ્યમાં જર્બેરાના ફૂલોની ઘણી માંગ છે અને લગ્નમાં તેનો ઘણો ઉપયોગ થાય છે. તે ઝારખંડમાં ક્યાંય ઉગાડવામાં આવતા ન હોવાથી, તે બેંગ્લોરથી મેળવવામાં આવે છે. આ પછી પરિવારના અન્ય સભ્યો સાથે મળીને બંને બહેનોએ ફૂલોની ખેતી કરીને આસપાસમાં વેચવાનું શરૂ કર્યું.
જર્બેરાના ફૂલો વિશે વધુ માહિતી મેળવવા બંને બહેનોએ ગૂગલની મદદ લીધી. બંનેને ખબર પડી કે જમશેદપુરની માટી જર્બેરાના ફૂલો માટે ખૂબ જ સારી છે અને પછી પિતાની મદદથી બંનેએ બેંગ્લોરથી જરબેરાના ફૂલોના બીજ મંગાવ્યા.
તેમણે લગભગ એક એકરમાં બીજ વાવ્યા, જેના પછી ત્રણ મહિના પછી ફૂલ આવે છે. તેમાંથી ત્રણથી ચાર વખત ઝાડ પરથી ફૂલો તોડીને દર વખતે 50-60 હજાર રૂપિયામાં બજારમાં વેચતા હતા. આ રીતે સમગ્ર પરિવારને લાખો રૂપિયાનો નફો થયો.
ફૂલોની સારી કિંમત મળતાં બંને બહેનો ખૂબ જ ખુશ છે. બંનેને લાગે છે કે અભ્યાસની વચ્ચે તેમને સારી નોકરી મળી છે. સાથે જ હવે ગામના અન્ય લોકોએ પણ જરબેરાના ફૂલોની ખેતી કરવાનું મન બનાવી લીધું છે. આ ખેતી વિશે પ્રીતિ ભગતે જણાવ્યું હતું કે, “અમે કાલપાથર ગામમાં રહીએ છીએ અને આ વર્ષે અમે પ્રથમ વખત જર્બેરાના ફૂલોની ખેતી કરી છે. તે ખૂબ જ સુંદર ફૂલ છે અને બજારમાં તેની ઘણી માંગ છે.”
તો પ્રિયંકા ભગતે કહ્યું કે, “અમે પહેલીવાર આ સુંદર ફૂલની ખેતી કરી છે. આ ફૂલ ઝારખંડમાં ક્યાંય જોવા મળતા નથી. રાજ્યમાં આ ફૂલની ખૂબ માંગ છે અને આજથી પહેલા આ ફૂલ બેંગ્લોરથી આવતા હતા.” બીજી તરફ પિતા નવ કિશોર ભગત કહે છે કે અમે લગભગ એક એકરમાં જર્બેરાના ફૂલની ખેતી કરી છે. આ ફૂલની ઘણી માંગ છે અને અમે દર ત્રણથી ચાર દિવસે આ ફૂલ તોડી લઈએ છીએ.