જનરલ રાવતની દીકરીઓ દિવંગત પિતાના મૃતદેહને બસ એકીટશે નિહાળતી જ રહી

કુન્નૂરની હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા CDS જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા સહિત 13 લોકોના પાર્થિવ શરીર ગુરૂવારે રાત્રે નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અને અન્ય લોકોની સાથે શહીદોના પરિવારના લોકો પણ અહીં હાજર હતા. વાતાવરણ એકદમ ગમગીન હતું. દરેક આંખો અશ્રુઓથી છલકાયેલી હતી. જનરલ રાવતની દીકરીઓ તાબૂતમાં રાખેલા પિતાના પાર્થિવ દેહને એકીટશે જોતી હતી.

વાતાવરણ ત્યારે વધુ ગમગીન બન્યું જ્યારે આ દુર્ઘટનામાં શહીદ થયેલા બ્રિગેડિયર એલએસ લિદ્દરની દીકરી આશ્નાએ પિતાના કોફિન પાસે પહોંચી. થોડીવાર જોતી રહી અને પછી નમીને તેમના તાબૂતને ચૂમ્યું હતું. આશ્ના 12માં ધોરણની વિદ્યાર્થિની છે.

હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલા જનરલ રાવત અને અન્ય શહીદોના પાર્થિવ શરીરને ગુરૂવારે રાત્રે નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા.

દેશભરમાં ગમગીની છવાયેલી છે. દુશ્મનો માટે કાળ ગણાતા સૈનિકો જ્યારે પોતાના સાથીઓના તાબૂત ખભ્ભા પર ઉઠાવીને લાવ્યા ત્યારે તેમના હ્રદય પણ ભાંગી પડ્યા હશે. પરંતુ આ પણ એક ફરજ છે.

જનરલ રાવતની બંને પુત્રીઓ. ત્રિરંગામાં જ્યારે પિતાનો પાર્થિવ દેહ પાલમ પહોંચ્યો તો બંને દીકરીઓ તેને મોડે સુધી નિહાળતી રહી હતી.

થોડીવાર પછી બંને નજીક ગઈ, હાથોમાં ગુલાબની પાંખડીઓ હતી અને ભારે હૈયે પિતાના પાર્થિવ દેહને પુષ્પાંજલિ આપી.

આ બ્રિગેડિયર લિદ્દરની દીકરી આશ્ના છે. 12માં ધોરણમાં ભણતી આશ્નાએ પિતાના પગ તરફ ગઈ અને ત્યાં ચુંબન કર્યું.

શહીદોના અંતિમ દર્શન માટે NSA અજીત ડોભાલ પણ પહોંચ્યા હતા. તેઓ ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહની સાથે આવ્યા હતા. ડોભાલે તમામ શહીદોના પરિવારને મળીને સાંત્વના આપી હતી.

વડાપ્રધાન મોદી આવ્યા તે પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા હતા. તેઓએ શહીદ જનરલ બિપિન રાવતના પરિવાર સાથે મુલાકાત કરી. જે બાદ તેઓ અન્ય શહીદોના પરિવારના લોકોને મળવા પહોંચ્યા.

શહીદોના અંતિમ દર્શન માટે ત્રણેય સેનાના ચીફ આવ્યા હતા. આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ જનરલ રાવત સહિત દુર્ઘટનામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.

બુધવારે કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા સહિત 13 લોકોના નિધન થયા. પાલમ એરપોર્ટ પર આ તમામના ફોટોગ્રાફ્સ રાખવામાં આવ્યા હતા.

error: Content is protected !!