21 વર્ષની સેવા બાદ સેનામાંથી નિવૃત થયેલા જવાનનું ગામડે હથેળી પાથરી થયું ભવ્ય સ્વાગત, જુઓ તસવીરો

સેના અને સીમા સુરક્ષા દળના બે જવાનો જ્યારે સેનાનિવૃતિ બાદ મધ્યપ્રદેશના બડવાની અને નીમચ જિલ્લાના પોતાના પૈતૃક ગામ પહોંચ્યા તો સ્થાનિક લોકોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું.

આ તકે ગામજનોએ તિરંગો લહેરાવ્યો, દેશભક્તિના નારા લગાવ્યા અને મહિલાઓએ તો આરતી પણ ઉતારી હતી. તો ગામના યુવાનોએ જમીન પર ચાદરની જેમ પોતાની હથેળી બીછાવી દીધી અને જવાનોને ઘરના દ્વાર સુધી તેના પર ચલાવ્યા હતા.

શુક્રવારે બડવાની જિલ્લાના ઠિકરી કસ્બામાં ખુશી, દેશપ્રેમ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાઇ ગયું. કોઇ તહેવાર ન હતો પરંતુ બીએસએફ જવાન નિર્ભય સિંહ ચૌહાણ 21 વર્ષની સેવા બાદ સ્વૈચ્છિક સેવાનિવૃતિ લઇ ગામડે પરત ફર્યા હતા.

ગામડે પોતાના સ્વાગતથી અભિભુત થયેલા જવાન ચૌહાણે કહ્યું કે મેં વિચાર્યું પણ ન હતું કે ઘરે પરત ફર્યા બાદ લોકો મારા પગ નીચે હથેળી પાથરી મારું સ્વાગત કરશે.

માત્ર એક વર્ષની ઉંમરમાં પોતાના પિતાને ગુમાવનારા ચૌહાણે કહ્યું કે મે સ્વૈચ્છિક સેનાનિવૃતિ લીધી કારણ કે મને ઘર પરિવાર માટે સમય મળી રહ્યો ન હતો. મારી માતા ઇચ્છતી હતી કે હું દેશ સેવા કરું. હવે હું મારી માતાની સેવા કરવા માગું છું. હું એક સૈનિક હતો જેના પર મને ગર્વ છે.

તો મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના જીરન ગામમાં પણ બુધવારે આવી જ એક ઘટના બની હતી જ્યારે સેનાના જવાન વિજય બહાદુર સિંહ 17 વર્ષની સેવા બાદ સેવાનિવૃત થઇ પોતાના ગામ પહોંચ્યા હતા.

અહીં પણ લોકોએ સિંહને જમીન પર પગ મૂકવા દીધો નહીં અને પોતાની હથેરી પર ઉંચકી લીધા હતા. સિંહ પર ફૂલોની વર્ષા કરવામાં આવી. હતી.

સિંહે જણાવ્યું કે આ વિસ્તારના જે યુવાનોને સેના અને અન્ય સુરક્ષાદળમાં જોડાવવું હશે તેઓને મદદ કરશે અને માર્ગદર્શન આપશે. સિંહના પિતા લાલ સિંહે પોતાના પુત્રનું ભવ્ય સ્વાગત કરવા માટે લોકોનો આભાર વ્યક્ત કર્યો અને વિશ્વાસ દાખવ્યો કે આ વિસ્તારના વધુમાં વધુ યુવાનો માતૃભુમીની સેવા માટે આગળ આવે.

error: Content is protected !!