નાગ ચૈતન્યના ડિવોર્સ પછી પહેલી વખત પિતાએ કર્યો ખુલાસો, કારણ જાણીને પગ નીચેથી જમીન સરકી જશે, કહ્યું- સમાંથા…

સાઉથના સુપરસ્ટાર નાગ ચૈતન્ય અને સમાંથા રૂથ પ્રભુ ડિવોર્સ પછી ચર્ચામાં છે. હવે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં નાગ ચૈતન્યના પિતા સુપરસ્ટાર નાગાર્જુન અક્કીનેનીએ પોતાના દીકરાના સમાંથા સાથે છૂટાછેડાના કારણનો ખુલાસો કર્યો છે. નાગાર્જુને જણાવ્યું કે, સમાંથા છૂટાછેડા લેવા માગતી હતી અને તેને જ ડિવોર્સ માટે પહેલા અરજી કરી હતી. નાગાર્જુને એવું પણ કહ્યું કે, નાગ ચૈતન્યે સમાંથાના નિર્ણય માટે ખાલી હા પાડી હતી. પુત્ર અને પુત્રવધૂના છૂટાછેડા બાદ નાગાર્જુને પ્રથમ વખત નિવેદન આપ્યું છે.

નાગે સમાંથાના નિર્ણયનો સ્વીકાર કર્યો
નાગાર્જુન અક્કીનેનીએ કહ્યું, નાગ ચૈતન્યે સમાંથાના નિર્ણયનું સન્માન કરતા તેનો સ્વીકાર કર્યો. પરંતુ નાગ મને લઈને બહું ચિંતિત હતો કે હું શું વિચારીશ અને પરિવારની પ્રતિષ્ઠાનું શું થશે. નાગ ચૈતન્યે મને ઘણો દિલાસો આપ્યો હતો, કેમ કે, તેને એવું લાગ્યું કે હું ચિંતિત થઈશ. તે બંને લગ્નના 4 વર્ષ સુધી સાથે રહ્યા. પરંતુ તેમની વચ્ચે કોઈ સમસ્યા નહોતી.

નાગાર્જુન અક્કીનેનીએ આગળ જણાવ્યું કે, બંને એટલા નજીક હતા અને મને નથી ખબર કે બંનેએ આ નિર્ણય કેમ લીધો. બંનેએ વર્ષ 2021નું ન્યૂ યર સેલિબ્રેશન પણ સાથે કર્યું હતું. મને લાગે છે કે કદાચ ત્યારથી જ બંને વચ્ચે સમસ્યા શરૂ થઈ ગઈ હતી.

છૂટાછેડાનો નિર્ણય બંનેના સારા માટે લેવાયો હતોઃ નાગ
તાજેતરમાં નાગ ચૈતન્યએ છૂટાછેડા પછી પહેલીવાર આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, કઈ વાંધો નહીં. હું તમને જણાવી દઉં કે, પર્સનલી અમારા ડિવોર્સ બંનેના સારા માટે, તે એક સારો નિર્ણય હતો. જો તે (સમાંથા) ખુશ છે, તો હું ખુશ છું. અમે બંનેએ તે પરિસ્થિતિમાં સાથે મળીને આ નિર્ણય લીધો છે.”

મેન્ટલ હેલ્થ પર મદદ માગવામાં અચકાવું જોઈએ નહીંઃ સમાંથા
થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં સમાંથાએ પોતાના ડિવોર્સ પછી મેન્ટલ હેલ્થ પર વાત કરી હતી. તેને કહ્યું હતું, જ્યારે તમે માનસિક રીતે પરેશાન હો તો મદદ માગવામાં અચકાશો નહીં. મારા કેસમાં હું કાઉન્સિલર અને મિત્રોની મદદથી મારી મેન્ટલ હેલ્થની સમસ્યાથી બહાર આવવામાં સફળ થઈ છું. મનોચિકિત્સકની મદદ લેવા પર ભાર આપતા એક્ટ્રેસે કહ્યું કે, જે રીતે આપણે કોઈ ઈજા અથવા તકલીફ માટે ડૉક્ટરની પાસે જઈએ છીએ, તેવી જ રીતે જો આપણને હૃદય અને મગજમાં ઈજા કે તકલીફ થાય તો આ કેસમાં પણ આપણે ડૉક્ટર્સની સલાહ લેવી જોઈએ. હું મારા જીવનના બીજા ભાગમાં સફળ રહી છું તો તે માત્ર એટલા માટે નહીં કે હું સ્ટ્રોન્ગ હતી. એટલા માટે થયું કે કેમ કે મારી આસપાસના ઘણા લોકોએ મને સ્ટ્રોન્ગ બનાવવામાં ઘણી મદદ કરી છે.

ચોથી વેડિંગ એનિવર્સરી પહેલાં જ લગ્ન તૂટ્યાં
ચાર વર્ષ અગાઉ 6 ઓક્ટોબર, 2017ના રોજ ગોવામાં પહેલાં હિંદુ વિધિથી અને પછી 7 ઓક્ટોબરે ખ્રિસ્તી વિધિથી બંનેએ લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી તરત જ સમાંથાએ પોતાના નામની પાછળથી ‘રૂથ પ્રભુ’ કાઢીને ‘અક્કીનેની’ લગાવી દીધું હતું. હમણાં થોડા સમય પહેલાં જ સમાંથાએ પોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલમાં ફરી પાછું ‘રૂથ પ્રભુ’ કરી નાખ્યું. 6 ઓક્ટોબર 2021ના રોજ બંનેના લગ્નને 4 વર્ષ પૂરા થવાના હતા, પરંતુ તે પહેલા જ બંનેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો.

નાગા-સમાંથાનું વર્કફ્રન્ટ
વર્કફ્રન્ટની વાત કરીએ તો સમાંથાએ તાજેતરમાં અભિનેતા અલ્લુ અર્જુનની ‘પુષ્પા ધ રાઈઝ’માં એક ડાન્સ નંબરમાં જોવા મળી હતી. તેના પછી તે ફિલિપ ઝોનના ડાયરેક્શનની ફિલ્મ ‘ધ અરેન્જમેન્ટ ઓફ લવ’થી ઈન્ટરનેશનલ ફિલ્મમાં પોતાનું ડેબ્યુ કરવા જઈ રહી છે. તેમજ નાગ ચૈતન્ય ફિલ્મ ‘બંગારાજૂ’ માં પોતાના પિતા-અભિનેતા નાગાર્જુન અક્કીનેની, રામ્યા કૃષ્ણન અને કૃતિ શેટ્ટીની સાથે જોવા મળશે. ફિલ્મનું ડાયરેક્શન કલ્યાણ કૃષ્ણ કૃરાસલાએ કર્યું છે. તેમજ નાગાઅર્જુન ‘લાલ સિંહ ચઢ્ઢા’ માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન, કરિના કપૂર, અને મોના સિંહ પણ છે.

2 ઓક્ટોબરના રોજ સાઉથના સુપરસ્ટાર કપલ સમાંથા રૂથ પ્રભુ અને નાગ ચૈતન્યએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને પોતાના છૂટાછેડાની સત્તાવાર જાહેરાત કરી હતી. ચાર જ વર્ષમાં આ હાઇ પ્રોફાઇલ કપલનાં લગ્નજીવનનો અંત આવ્યો છે.

બંનેએ પોતપોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક જ પોસ્ટ શૅર કરીને લખ્યું હતું કે, ‘અમારા બધા જ શુભચિંતકો સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી મેં અને ચાઈ (નાગ ચૈતન્ય)એ પોતપોતાના અલગ રસ્તા પસંદ કરવાનું નક્કી કરી લીધું છે. એક દાયકાથી અમારી મૈત્રી અમારા સંબંધનો પાયો બની રહી હતી, તે બદલ અમે ખુશનસીબ છીએ. અમને વિશ્વાસ છે કે અમારી વચ્ચે એક સ્પેશિયલ બોન્ડ જળવાઈ રહેશે.’

error: Content is protected !!