81 વર્ષનાં વૃદ્ધે 24 વર્ષનાં યુવક સાથે કર્યા લગ્ન, વસિયત ખુલી તો બધાની આંખો થઈ ગઈ પહોળી

હકીકતમાં, વર્ષ 2017 માં, 81 વર્ષીય ફિલિપ ક્લેમેન્ટ્સે 22 વર્ષીય ફ્લોરિન મરીનને તેમના જીવનસાથી તરીકે પસંદ કર્યા હતા. બંનેની ઉંમરમાં જમીન-આસમાનનો તફાવત હતો, તેમ છતાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને વર્ષ 2017માં બંનેએ લગ્ન કરી લીધા. હવે ફિલિપનું અવસાન થયું છે અને તેનો પતિ ફ્લોરિન ફરી એકવાર તેની વસીયતનાં હકદારી માટે ચર્ચામાં આવ્યો છે.

તમામ મિલકત 54 વર્ષ નાના પતિના નામે
81 વર્ષની વયે આ દુનિયા છોડી ગયેલા ફિલિપને તેના 22 વર્ષના યુવાન પતિને એટલો પ્રેમ હતો કે તેણે તેની તમામ સંપત્તિ તેને આપી દીધી. હવે આ વિલને લઈને નવો વિવાદ શરૂ થયો છે. ફિલિપના સંબંધીઓએ તેમના મૃત્યુ પછી મિલકત પર તેમના હકનો દાવો કર્યો છે. જો કે, ફિલિપે તેના પતિને બધું જ આપી દીધું છે. આવી સ્થિતિમાં, હવે એવું માનવામાં આવે છે કે 54 વર્ષ નાના ફ્લોરિનને તમામ સંપત્તિની સંભાળ લેવી પડશે.

સંબંધીઓએ ફ્લોરિન પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા
આવી સ્થિતિમાં, હવે સંબંધીઓ ફ્લોરિનને ગોલ્ડ ડિગર કહી રહ્યા છે. સંબંધીઓનું કહેવું છે કે, નાની ઉંમરમાં જ ફ્લોરિને ફિલિપ સાથે માત્ર સંપત્તિ ખાતર લગ્ન કર્યા હતા.

જણાવી દઈએ કે ફ્લોરિન રોમાનિયાના એક મોડલ છે. અને હવે ફિલિપની મિલકતના હકદાર બની ગયા છે. આ મામલાએ હવે જોર પકડ્યું છે અને નવો વિવાદ ઉભો થયો છે. હકીકતમાં જ્યારે ફિલિપનું વિલ જાણવા મળ્યું ત્યારે તેની પાસે રૂ.1 કરોડ 44 લાખની સંપત્તિ હતી, જે તેણે તેના કરતા 54 વર્ષ નાના તેના પતિ ફ્લોરિનના નામે કરી હતી.

ફ્લોરિનને 1 કરોડ 44 લાખ ઉપરાંત જીવન વીમાના પૈસા, 96 લાખ રૂપિયાનું ઘર અને ફ્લોરિનનું પેન્શન દર મહિને 1 લાખ 92 હજાર રૂપિયા મળશે. તો, આને લઈને ફિલિપના ભાઈઓમાં ભારે નારાજગી છે. ફિલિપના મોટા ભાઈ એન્થોનીએ કહ્યું કે ફ્લોરિને તેના ભાઈ સાથે માત્ર પૈસા માટે લગ્ન કર્યા હતા. એન્થોનીએ આરોપ લગાવ્યો કે જે દિવસે ફિલિપનું અવસાન થયું, તેણે ફ્લોરિન સાથે અડધા કલાક પછી જ વાત કરી અને તે સંપૂર્ણપણે નોર્મલ હતો.

જણાવી દઈએ કે ફિલિપ કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં ખૂબ જ બીમાર પડી ગયો હતો અને તે દરમિયાન તે બીમાર થઈને હોસ્પિટલમાં દાખલ થયા હતા અને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

ફ્લોરિન કહે છે કે ફિલિપે પોતાનું જીવન હસતા હસતા જીવ્યું છે. ફ્લોરિને કહ્યું કે હું ફિલિપને ખૂબ પ્રેમ કરતો હતો. અને હવે જ્યારે ફિલિપ મારા જીવનમાંથી જતા રહ્યા છે, ત્યારે તેના મૃત્યુ પર શોક કરવાને બદલે, આપણે તેના મુક્તિની ઇચ્છા કરવી જોઈએ.

બંને એક સાથે રહીને તેમના જીવનમાં ખૂબ જ ખુશ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલિપે ફ્લોરિનના કરિયર માટે તેના ઘણા ઘરો વેચી દીધા હતા. પ્રેમનું આવું ઉદાહરણ હવે લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યું છે.

error: Content is protected !!