આ વેબસિરિઝ જોઈ ફેનિલે હત્યાનો પ્લાન બનાવ્યો હતો, નામ જાણી પોલીસ પણ ચમકી ગઈ

ગ્રીષ્મા વેકરિયાની હત્યાએ ફક્ત સુરત શહેરમાં જ નહીં સમગ્ર રાજ્યમાં ગમગનીનો માહોલ સર્જી દીધો છે. હજી કોઈ માનવા તૈયાર જ નથી કે એક ટપોરીએ ફુલ જેવી માસૂમ દીકરી ગ્રીષ્માને સરાજાહેર રહેંસી નાંખી. માસૂમ દીકરી ગ્રીષ્માના હત્યાને આજે સાત દિવસ થઈ ગયા છે. પોલીસ તેજ ગતિએ આ કેસની તપાસ કરી રહી છે. આ કેસમા એક બાદ એક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે.

વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટનો સપ્તાહમાં રિપોર્ટ આવશે
સુરતમાં કામરેજના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાના એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલના રિમાન્ડ આજે સાંજે 4 વાગ્યે પૂરા થતા ફરી કોર્ટમાં રજૂ કરાયો છે. સંભવત: પોલીસ આરોપીના વધારાના રિમાન્ડ માગી શકે છે.

ત્રણ દિવસના રિમાન્ડમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થયું
આરોપીને સ્થળ પર લઇ જઇ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અગાઉ કોર્ટે આરોપીને 3 દિવસના રિમાન્ડ પર મોકલતો હુકમ કર્યો હતો. ગ્રીષ્માના હત્યારા ફેનિલને પોલીસ શુક્રવારે ગાંધીનગર એફએસએલ ખાતે લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

વેબસિરિઝ જોવાનો શોખ
મિડીયા રિપોર્ટસ અનુસાર એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ વેબસિરિઝ જોવાનો શોખીન હતો. ખાસ કરીને મારધાડ માળી વેબસિરિઝ તે નિયમિત જોતો હતો. બદલાપુર, ભૌકાલ અને આશ્રમ જેવી વેબસિરિઝ તે જોઈ હતી. આ વેબસિરિઝ જોઈ જ તેને ગ્રીષ્માની હત્યાનો પ્લાન બનાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બે મહિના પહેલાં તેને બે ચપ્પુ ખરીદી રાખ્યા હતા
મિડીયા રિપોર્ટસ અનુસાર એકતરફી પ્રેમમાં પાગલ ગ્રીષ્માની હત્યાનો પ્લાન ખૂબ પહેલાં બનાવી દીધો હતો. ફેનિલે બે મહિના પહેલાં તેને બે ચપ્પુ ખરીદી રાખ્યા હતા. તે ડિસેમ્બરમાં જ ગ્રીષ્મા અને તેના પરિવારની હત્યા કરવાનો હતો, પરંતુ પરિવારમાં એક લગ્નપ્રસંગ હોવાના લીધે ફેનિલે ગ્રીષ્માની હત્યાનો પ્લાન પોસ્ટપોન્ડ કર્યો હતો. ફેનિલે પોલીસને કહ્યું કે, લગ્નપ્રસંગ બગડે નહીં તે માટે દોઢ મહિનો બાદ હત્યા કરવાનું નક્કી કર્યું હતું.

ફેનિલને 3-3 વખત બોલાવી ટેસ્ટ કર્યો
હત્યા પહેલાં ફેનિલની કથિત ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ હતી, જેમાં ફેનિલ તેના મિત્ર સાથે વાત કરી હતી અને ગ્રીષ્માની હત્યા કરવાનું કહ્યું હતું. આ ટેપનો વોઇસ ફેનિલનો જ હતો કે કેમ? એ જાણવા માટે ફેનિલ પાસે 25 જેટલાં ડમી વાક્યો 3-3 વખત બોલાવી ટેસ્ટ કર્યો હતો.

સરકારી વળતર સ્કીમ હેઠળ વળતર માટેની પ્રોસેસ
દરમિયાન ગ્રીષ્માના કેટલાંક પરિવારજનો મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાને મળ્યા હતા અને ઝડપથી ન્યાયની રજૂઆત કરી, કેસ હાલના પીપીપી જ ચલાવે એવી માગ કરી હતી. ઉપરાંત લીગલ એઇડની પણ મુલાકાત કરી સરકારી વળતર સ્કીમ હેઠળ વળતર માટેની પ્રોસેસ પણ નયન સુખડવાલાએ શરૂ કરી દીધી છે.

ઝડપથી ચાર્જશીટ મૂકવા માટેની તૈયારી
સંભવત: આ હત્યા કેસ સુરતનો એવો પહેલો કેસ બની શકે છે, જેમાં સૌથી ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય. અગાઉ હત્યા અને રેપના ગુનામાં પોલીસે 7 દિવસમાં પણ ચાર્જશીટ રજૂ કરી છે. આ કેસમાં પણ આવતા અઠવાડિયામાં જ ચાર્જશીટ તૈયાર કરવાની પોલીસની તૈયારી છે.

error: Content is protected !!