એક મહિલા ટીચરે વટાવી તમામ હદો, 13 વર્ષના વિદ્યાર્થી સાથે લગ્ન કરી મનાવી સુહાગરાત, અને પછી….

લગ્ન જીવનનો ખાસ ભાગ હોય છે. પરંતુ કેટલાક અભાગ્ય લોકો એવા પણ હોય છે કે જેમના લગ્ન થઇ શકતા નથી. એવામાં લગ્ન કરવાના ચક્કરમાં તેઓ ગમે તે હદ પાર કરી શકે છે. હવે પંજાબના જલંધર જિલ્લાની બસ્તી બાવા ખેલ વિસ્તારની આ ઘટનાને જ લઇ લો, જ્યાં મહિલા ટીચરે પોતાના 13 વર્ષના વિદ્યાર્થી સાથે જબરજસ્તીથી લગ્ન કરી લીધા. હદ તો ત્યારે થઇ જ્યારે સુહાગરાત મનાવ્યા બાદ જ તે વિધવા થઇ ગઇ.

વાત એમ છે કે એક મહિલા શિક્ષિકાની કુંડલીમાં માંગલિક દોષ હતો. તેના લગ્નમાં ઘણું જ મોડું થઇ રહ્યું હતું. એવામાં અંધવિશ્વાસને કારણે તેણીએ એક સગીર યુવક સાથે લગ્ન કરી લીધા. મહિલાએ પોતાના સ્કૂલના એક એવા વિદ્યાર્થીની પસંદગી કરી જેના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. ત્યારબાદ શિક્ષિકાએ બાળક અને તેના પરિવારને ફ્રીમાં ટ્યુશન આપવાની લાલચ આપી. તેણીએ કહ્યું કે તેઓ પોતાના દિકરાને તેને ત્યાં મૂકી જાય જે હું તેને ભણાવી શકું.

જો કે જ્યારે બાળક મહિલાના ઘરે ભણવા માટે પહોંચ્યો તો ચોંકી ગયો કારણ કે શિક્ષિકાએ 13 વર્ષના વિદ્યાર્થી સાથે લગ્ન કરી લીધા. આ નકલી લગ્ન એકદમ સાચા લગ્ન જેવા જ હિન્દુ રીતિ રીવાજ પ્રમાણે જ કરવામાં આવ્યા હતા. જેમાં હલ્દી, ફેરા પણ ફરવામાં આવ્યા. એટલું જ નહીં સુહાગરાતનું ઢોંગ પણ કરવામાં આવ્યું હતું. હદ તો ત્યારે થઇ જ્યારે મહિલાએ લગ્નના છ દિવસ બાદ પોતાને વિધવા પણ બનાવી લીધી. તેણીએ સફેદસાડી, બંગડીઓ તોડી નાખી અને શોકસભાનું આયોજન કરી વિધવાની જેમ વિલાપ પણ કર્યો.

છેલ્લે તેણીએ પોતાના વિદ્યાર્થીને તેના ઘરે પરત મોકલી દીધો. પુત્ર જ્યારે તેના ઘરે ગયો તો તેણે પોતાની આપવીતી પરિવારને જણાવી હતી. ત્યારબાદ પરિવારે મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી દીધી. જ્યારે પોલીસે મહિલાની પુછપરછ કરી તો તે પોતાના પંડિતને પણ સાથે લઇ આવી. તેણીએ જણાવ્યું કે પંડિતના કહેવા પર તેણીએ પોતાનો માંગલિક દોષ દૂર કરવા માટે આ બધુ કર્યું હતું.

હાલ પોલીસે કેસ દાખલ કરી સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. દુઃખની વાત કહી શકાય કે 2021માં પણ લોકો આવી રીતે અંધવિશ્વાસ પર વિશ્વાસ રાખે છે. હદ તો ત્યારે થઇ જાય જ્યારે આ અંધવિશ્વાસી લોકો પોતાના સ્વાર્થ માટે ગમે તે હદ સુધી જવા માટે તૈયાર થઇ જાય છે અને ન કરવાનું કરી બેસે છે. આ સમગ્ર ઘટના પર તમારું શું માનવું છે અને કોમેન્ટ કરી જરૂર જણાવજો. સાથે જ આ ન્યૂઝ પસંદ આવી હોય તો તમારા મિત્રોમાં પણ જરૂર શેર કરજો.

error: Content is protected !!