વારંવાર તરસ લાગવી દર્શાવે છે આ ગંભીર બીમારીના સંકેત, જાણો કેવી રીતે બચવું આનાથી

પાણી પીવું સારી વાત હોય છે પરંતુ ઘણીવાર આપણને એટલી વધુ તરસ લાગે છે કે આપણે જરૂર કરતાં વધુ પાણી પી લેતા હોઇએ છીએ. જો તમને પણ સામાન્ય કરતાં વધુ તરસ લાગે છે તો આ ખતરાની ઘંટી હોઇ શકે છે. જ્યારે તમે વારંવાર અને વધુ પાણી પીતા હોવ છો તો કોઇ ગંભીર બીમારીનો સંકેત હોય છે. તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે રોજનું અંદાજે 2થી 3 લીટર પાણી પીવું જોઇએ. આ માત્રા કેટલીક ખાસ પરિસ્થિતિમાં ઓછું કે વધારે હોઇ શકે છે.

જ્યારે આપણે વધુ કામ કરીએ છીએ અથવા ગરમીનું સ્તર વધી જાય ત્યારે સામાન્ય કરતાં વધુ પાણી પીવાની જરૂર ઉભી થાય છે. પરંતુ સામાન્ય સ્થિતિમાં પણ વારંવાર તરસ લાગવી અથવા વધુ પાણી પીવાનું કોઇ બીમારી તરફ ઇશારો કરે છે. જો તમને પણ વધુ તરસ લાગે છે તો નીચે જણાવવામાં આવેલી બીમારીના લક્ષણ હોઇ શકે છે.

પોલીડિપ્સિયા એટલે કે વધુ તરસ લાગવી
જ્યારે આપણે જરૂર કરતાં વધુ તરસ લાગે છે તેને મેડિકલ ભાષામાં પોલીડિપ્સિયા કહેવામાં આવે છે. આ કંડીશનમાં વ્યક્તિ પોતાની જરૂરિયાત કરતાં વધુ પાણી પીવે છે. જ્યારે તમે આવું કરો છો તો તમારા શરીરમાં સોડિયમની ઉણપ હોઇ શકે છે. આ સિવાય મતલી અથવા ઉલટી આવવા જેવા લક્ષણ પણ દેખાય છે. એટલું જ નહીં વધુ પાણી પીવાથી તમને સામાન્યથી વધુ વખત પેશાબ જવું પડે છે.

ડિહાઇડ્રેશન પણ છે એક કારણ
ડિહાઇડ્રેશનને કારણે પણ તમને વધુ તરસ લાગી શકે છે. શરીરમાં પાણીની ઉણપની કંડીશન ડિહાઇડ્રેશન તરીકે ઓળખાય છે. ડિહાઇડ્રેશન થવાથી ફૂડ પોયઝનિંગ, હિટવેવ, ડાયરિયા, ઇન્ફેક્શન, ફીવર અથવા બર્નિંગ થઇ શથકે છે. જ્યારે તમને ડિહાઇડ્રેશન થાય તો મોઢું વારંવાર સૂકાઇ જાય છે. સાથે જ થકાવટ પણ અનુભવાય છે. આ બીમારીને દૂર કરવા માટે યોગ્ય માત્રામાં પાણી પીવું અને જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સનું સેવન કરવું જોઇએ.

ડાયાબિટીસ પણ હોઇ શકે છે
વારંવાર તરસ લાગવી ડાયાબિટીસનું લક્ષણ પણ હોઇ શકે છે. જ્યારે કોઇ વ્યક્તિને ડાયાબિટીસ થાય છે તો એ સમયે લોહીમાં શુગરનું લેવલ વધી જાય છે. આ કારણે એક્સ્ટ્રા શુગરને કિડની પોતાની ક્ષમતા પ્રમાણે યુરિનની સાથે વારંવાર બહાર નિકળે છે. તેનાથી તમને વારંવાર પેશાબ આવે છે જે શરીરમાં પાણીનું કારણ બને છે. જેના કારણે તમને વધુ તરસ લાગે છે.

આવી રીતે દૂર કરો વારંવાર તરસ
વારંવાર તરસ લાગવી અને જરૂર કરતાં વધુ પાણી પીવાની સમસ્યાને કેટલાક સરળ ઉપાયોથી દૂર કરી શકાય છે. જેમ કે જો તમને વધુ તરસ લાગે છે તો તમે થોડું પાણી પી શકો છો. તરસ લાગવા પર એક વખતમાં વધુ પાણી ન પીવું જોઇએ. જ્યારે પણ તરસ લાગે તો થોડું થોડું જ પાણી પીવું. તેનાથી તમને જરૂરથી વધુ પાણી પીવાથી બચી શકો છો. આ પ્રેક્ટિસ તમારે દિવસ દરમિયાન રૂટિન બનાવવું પડશે.

આ સિવાય તમે મધ અને આંબળા પાઉડરનું મિશ્રણ ખાઇને પણ વારંવાર તરસ લાગવાની સમસ્યાથી છૂટકારો મેળવી શથકો છો. આટલા ઘરગથ્થુ ઉપાય કરવા છતા સમસ્યાથી છૂટકારો ન મળે તો તુરંક ડોક્ટરનો સંપર્ક સાધવો જોઇએ અને યોગ્ય ઇલાજ કરાવી લેવો જોઇએ.

error: Content is protected !!