આમીર ખાનની ત્રીજી પત્ની બની શકે છે ફાતિમા સના શેખ, બ્રાહ્મણ પિતાની દીકરી છે ફાતિમા

આમિર ખાન અને કિરણ રાવ એક પરફેક્ટ કપલ હતા. ફૈંસ બંનેની જોડીની હંમેશા પ્રશંસા કરતા હતા પરંતું કોને માલુમ હતું કે અચાનક એક દિવસ આ જોડી અલગ થઈ જશે. પરંતું એ જ થયું જેની સૌને આશંકા હતી. હવે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેંડ થઈ રહ્યું છે કે આમિર અને કિરણ વચ્ચે અલગાવમાં ક્યાંકને ક્યાંક ફાતિમાનો મહત્વનો રોલ છે.

સોશિયલ મીડિયા યૂઝર્સ ફાતિમા સના શેખ અને આમિર ખાનને લઈને કેટ-કેટલીય પોસ્ટ કરી રહ્યા છે. કેટલાક યૂઝર્સે તો ત્યાંસુધી કહી દીધું કે સના શેખ અને આમીર ખાન આગામી સમયમાં લગ્ન કરી શકે છે. તો આવો જાણીએ કે કોણ છે ફાતિમા સના શેખ. જે આમીર ખાન અને કિરણ રાવના એકાએક અલગ થયા બાદ ચર્ચામાં છે.

આમીર ખાન અને કિરણ રાવે ડિવોર્સની ઘોષણા કરતા સૌને ચોંકાવી દીધા હતા. બંનેએ લગ્નના 15 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો હતો. આમીર અને કિરણે સ્ટેમેંટ જાહેર કરી અલગ થવાની જાણકારી આપી હતી.

જેના બાદ જ ફૈંસે ફાતિમા સના શેખને પણ ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. તો ફાતિમા શેખના જન્મસ્થળની વાત કરીએ તો તેનો જન્મ હૈદરાબાદમાં થયો હતો અને તે મુંબઈમાં ભણી છે. ફાતિમાના પિતા વિપિન શર્મા જમ્મૂના બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે જ્યારે તેની માતા તબસ્સુમ શ્રીનગરના મુસ્લિમ પરિવારથી છે. તેના ઘરમાં ઈસ્લામ ધર્મને માનવામા આવે છે. આ જ કારણે અભિનેત્રીનું નામ ફાતિમા સના શેખ રખાયું છે.

ફાતિમાએ પોતાના કરિયરની શરુઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તે ફિલ્મ ચાચી 420, વન ટૂ કા ફોર અને બડે દિલવાલામાં બાળ કલાકારના રુપમાં નજરે આવી હતી. આ ઉપરાંત ફાતિમાને આમીર ખાનની ફિલ્મ દંગલથી ઓળખ મળી. આ ફિલ્મ બાદ તે દંગલ ગર્લના નામથી ઓળખાવા લાગી.

દંગલ ફિલ્મથી કર્યું બૉલીવુડમાં એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ…
ફિલ્મ દંગલમાં આમીર ખાને હરિયાણાના પહલવાન મહાવીર સિંહ ફોગાટનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા આમીર ખાનની બે દીકરીઓ હતી. ફિલ્મ માટે 21 હજાર છોકરીઓનું ઑડિશન થયું હતું. જેના બાદ આ બંને અભિનેત્રીઓનું સિલેક્શન કરાયું. દંગલ બાદ ફાતિમાએ આમીર ખાનની સાથે ફિલ્મ ઠગ્સ ઑફ હિંદોસ્તાં કરી હતી. તે સમયે આમીર અને ફાતિમાના અફેયરની ગૉસિપ ઉડી હતી.

ટીવીમાં પણ હાથ અજમાવી ચૂકી છે દંગલ ગર્લ…
ફિલ્મોમાં આવ્યા પહેલા ફાતિમા ટીવીમાં પણ કામ કરી ચૂકી છે. તેણે બેસ્ટ ઑફ લક નિક્કી, લેડીઝ સ્પેશલ અને અગલ જનમ મોહે બિટિયા હી કીજોમાં કામ કર્યું છે. આ ઉપરાંત ફાતિમા દક્ષિણ ભારતીય ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂકી છે. જો કે કરિયરની દ્રષ્ટિએ જોઈએ ફાતિમાને કોઈ ખાસ સફળતા નથી હાંસલ થઈ.

ફોટોગ્રાફર પણ રહી ચૂકી છે ફાતિમા સના શેખ…
અભિનેત્રીની સાથે-સાથે ફાતિમા એક સારી ડાન્સર પણ છે. સાથે જ તે એક ફોટોગ્રાફર પણ છે. એક સ્ટૂડિયોમાં તેણે ફોટોગ્રાફર તરીકે કામ કર્યું, તેણે ફોટોગ્રાફર તરીકે વિજ્ઞાપનોમાં પણ કામ કર્યું છે. ફાતિમાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર નજર કરીએ તો કેટલીય તસવીરો છે જે તેની આ પ્રતિભાને ઉજાગર કરે છે.

હવે આમીર ખાન સાથે જોડાયું છે નામ..
આમીર ખાન અને કિરણ રાવે 15 વર્ષ સુધી સાથે રહ્યા બાદ ડિવોર્સનો નિર્ણય કર્યો છે. આમીર ખાનના તલાક બાદ તેનું નામ દંગલ ગર્લ ફાતિમા સાથે જોડાયેલું રહ્યું છે. ફાતિમાને પહેલા પણ આમીર સાથે જોડાઈ રહી હતી, ખબરોનું માનીએ તો દંગલ ફિલ્મના શૂટિંગ સમયે જ બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું હતું.

એક સમયે જ્યારે આમીર ખાન અને ફાતિમાના અફેયરની ખબરો ઉડી રહી હતી તે દરમિયાન ફાતિમાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “પહેલા મને આ વાતોથી ખૂબ જ ફર્ક પડતો હતો પરંતું હવે મને ખરાબ નથી લાગતું. કેટલાક અજાણ લોકો જેને હું ક્યારેય નથી મળી તે મારા વિશે કંઈપણ લખે છે. તે એ પણ નથી વિચારતા કે તેમાં સત્ય છે કે નહીં. જે લોકો આ ખબરને વાંચે છે અને વિચારે છે કે હું સારી માણસ નથી પરંતું હવે મેં આ બધી વાતોને નજરઅંદાજ કરવાનું શીખી લીધું છે.”

error: Content is protected !!