પુત્રી સાથે આત્મહત્યા કરતા પહેલાં પિતાએ લખી દુ:ખભરી નોટ, વાંચીને આંખના ખૂણા ભીના થઈ જશે
પત્નીના મોતથી દુખી થઈને પતિએ પુત્રી સાથે આત્મહત્યા કરી. પુત્રી માત્ર આઠ વર્ષની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતક પ્રદીપ સિંહ તેની પત્નીના મૃત્યુથી ખૂબ દુખી રહેતો હતો. પત્નીના ગયા પછી તે માનસિક રીતે પણ પરેશાન હતો. આવી સ્થિતિમાં, તેણે આ ભયાનક પગલું ભર્યું અને તેનું અને તેની પુત્રીનું જીવન સમાપ્ત કર્યું. મૃતક પ્રદીપ સિંહની પુત્રીનું નામ જસજીત કૌર છે. આ કિસ્સો પંજાબના જગરાવના અગવાડ લધાઈનો છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને પિતા-પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક પ્રદીપ સિંહની પત્ની રાજવંત કૌરે એક વર્ષ પહેલા શંકાસ્પદ સંજોગોમાં ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પત્નીના મૃત્યુ બાદ પ્રદીપ સિંહ માનસિક રીતે પરેશાન હતો.
ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, ચકર ગામમાં રહેતા મૃતક પ્રદીપ સિંહની માસી તેની પુત્રી જસજીતને પોતાની સાથે લેવા તેના ઘરે પહોંચી હતી. તેણે જોયું કે ઘરના તમામ દરવાજા ખુલ્લા હતા અને પ્રદીપ સિંહ અને તેની પુત્રી જસજીત કૌરના મૃતદેહ રૂમમાં પંખાથી લટકતા હતા. તેણે તરત જ પરિવાર અને પોલીસને ઘટનાની જાણ કરી.
પ્રદીપે મૃત્યુ પામ્યા પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેણે પોતાની પીડા વ્યક્ત કરી હતી. પ્રદીપે લખ્યું કે તે છેલ્લા એક વર્ષ કેવી રીતે વિતાવ્યું તેનું વર્ણન કરી શકતો નથી. તેના મૃત્યુ પછી તેની દીકરી કોઈના પર બોજ ન બને, તેથી તે તેના હૃદય પર પથ્થર મૂકીને તેને સાથે લઈ જઈને આટલું મોટું પગલું ભરી રહ્યો છે. પ્રદીપ સિંહે પોતાની સુસાઈડ નોટમાં પોતાના મૃત્યુ માટે કોઈને જવાબદાર ગણાવ્યા નથી.
સાથે જ પ્રદીપે પોતાના સાસરિયાઓ પ્રત્યે પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. ગુસ્સો વ્યક્ત કરતા પ્રદીપે કહ્યું કે તેના મૃત્યુની માહિતી સાસરિયાઓને આપવામાં આવે નહીં. તે નથી ઈચ્છતો કે સાસરા પક્ષની કોઈ વ્યક્તિ તેના અંતિમ સંસ્કારમાં સામેલ થાય. આ સાથે પ્રદીપે પત્રમાં પોતાની તમામ મિલકત તેના ત્રણ મામાને આપવા અંગે પણ લખ્યું છે. તેણે લખ્યું છે કે તે પોતાની મિલકત જેને ઇચ્છે તેને વેચી શકે છે.
આ બનાવ અંગે પોસી સ્ટેશન સિટી જગરાવના એએસઆઇ ચમકોર સિંહે જણાવ્યું હતું કે પોલીસે બંને મૃતદેહોને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. તેણે કહ્યું કે આ મામલે પોલીસ દ્વારા 174ની કાર્યવાહી કરવામાં આવી હતી.મૃતક પ્રદીપની માસી તેની આઠ વર્ષની પુત્રી જસજીતને પોતાની સાથે રાખવા અને તેનો અભ્યાસ કરાવવા માંગતી હતી. આ હેતુ માટે તે પ્રદીપ સિંહના ઘરે આવી હતી.