ગુજરાતનું ગૌરવ: ખેડૂતપુત્રની નેશનલ ક્રિકેટમાં અમ્પાયર તરીકે પસંદગી, પરિવારમાં હરખની લાગણી

માણસા: માણસાના સજ્જનપુરામાં રહેતા ખેડૂત પરિવારના પુત્ર અને હાલ ગાંધીનગર રહેતા અને ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતા યુવાને અભ્યાસ અને નોકરીની સાથે નાનપણથી જ ક્રિકેટમાં રુચિ હોવાથી ક્રિકેટર બનવાની ઇચ્છા તો પૂરી ના થઇ શકી પણ મહેનત કરી નેશનલ ક્રિકેટમાં અમ્પાયર તરીકે પસંદ થઈ માણસા તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

માણસાના સજ્જનપુરા વિસ્તારમાં રહેતા ખેડૂત હસમુખભાઈ પટેલના પુત્ર અને હાલ ગુજરાતના નાણા વિભાગના નિયંત્રણ હેઠળ સહાયક નિરીક્ષક ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતા ભાવેશ પટેલ ઉચ્ચ અધિકારી બનવાના સપના સાથે યુપીએસસીની તૈયારીમાં લાગી ગયા હતા ત્યારે મહેનત ખૂબ કરી પણ સફળતા ન મળી તેથી યુપીએસસીની પરીક્ષાની તૈયારીના આધારે તેમણે જીપીએસસીની પરીક્ષા પાસ કરી અને નાણા વિભાગમાં હિસાબી અધિકારી તરીકે જોડાયા હતા ભાવેશભાઈને ક્રિકેટમાં ખૂબ રસ પણ ઉમર 28ને પાર કરી ગઇ હતી એટલે ક્રિકેટર તરીકે કારકિર્દી બનાવવાનો ચાન્સ ન હતો.

ઈન્ટરનેટ પર તપાસ કરતા જાણવા મળ્યું કે બીસીસીઆઈ દ્વારા લેવાતી પરીક્ષા પાસ કરીને નેશનલ ક્રિકેટના અમ્પાયર બની શકાય છે. 2016માં ભાવેશભાઈએ આ પરીક્ષા પાસ કરી ગુજરાતના 25 પસંદ થયેલા ઉમેદવારો પૈકીના ઉમેદવાર બન્યા હતા. હવે ખરી કસોટીની શરૂઆત થઈ અમ્પાયર બનવા 4 સ્ટેજ પસાર કરવાના હતા.પ્રથમ સ્ટેજમાં ક્રિકેટના પાયાના જ્ઞાનની 100 માર્કની ટેસ્ટ હોય છે જેમાં 80થી વધુ માર્ક મેળવનાર બીજા સ્ટેજમાં જાય છે.

બીજા સ્ટેજમાં 100 માર્કની ટેસ્ટ હોય જેમાં 85 માર્કસથી વધુ માર્ક મેળવનાર ત્રીજા સ્ટેજમાં પ્રવેશ પામે અને ત્રીજા સ્ટેજમાં અતિ કઠિન 100 માર્કની પરીક્ષા લેવાય અને આગળના સ્ટેજમાં જવા 90 માર્ક્સ મેળવવા પડે. ભાવેશ પટેલે આ ત્રણે સ્ટેજ સફળતાપૂર્વક પસાર કરી લીધા હતા.

error: Content is protected !!