એન્જિનિયર્સ પણ આ ખેડૂતને લાગે છે પગે, એક ઘટનાએ બદલી નાંખી ખેડૂતની જિંદગી

ઘણા લોકો ઉચ્ચ શિક્ષણ પછી પણ મહિનામાં 20-25000 રૂપિયાની નોકરી માટે તેમના હાથ અને પગ મારે છે, પરંતુ આ ખેડૂતે એવા કૃષિ મશીનો બનાવ્યા કે લોકો તેમને એન્જિનિયરોના ગુરુ માનવા લાગ્યા છે. 11મું ધોરણ પાસ ખેડૂતે પોતાની એક વર્કશોપ બનાવી છે. આમાં ખેતી અને ખેતમજૂરીને લગતા મશીનો દેશી તકનીકીથી તૈયાર કરવામાં આવે છે. આ મશીનો ખેડૂતો માટે એટલા ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે કે તેમની માંગ દેશના વિવિધ રાજ્યો ઉપરાંત અન્ય દેશોમાંથી પણ આવવાની શરૂઆત થઈ છે. આ અરવિંદ સાંખલા છે, જે જોધપુર જિલ્લાના મથાનિયામાં વર્કશોપ ચલાવે છે. તેઓ જણાવે છે કે તેમનું વાર્ષિક ટર્નઓવર 2 કરોડ રૂપિયાથી વધુ છે.

તેમના ભાઈબહેનોમાં સૌથી મોટો અરવિંદ કહે છે કે 1991માં તે 11મું ધોરણ પાસ થયો હતો. તે આગળ ભણવા ઇચ્છતો હતો, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેના માતાપિતા તેને ભણાવી શકે. તેથી તેણે પોતાનો અભ્યાસ છોડી અને ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું. 1993માં એક ઘટના બની, જેણે અરવિંદ સાખલાની કિસ્મત બદલી નાંખી. તેના ખેતરના કુવાની મોટર ખરાબ થઈ ગઈ. તે બાદ તેમણે બોરિંગ કરાવ્યુ.

પરંતુ સામાન્ય રીતે જ્યારે મોટર ખરાબ થઈ જાય છે, ત્યારે દોરડાથી ખેંચીને પાછું અંદર મૂકવું પડે છે. તે ઘણો સમય અને મહેનત લે છે. આને કારણે સમયસર પાણી ન મળતાં પાકને નુકસાન પણ થાય છે. આ જોઈને તેણે દેશી જુગાડમાંથી મશીન બનાવ્યું. આ મશીન મોટરને ઉપર લાવવામાં અને નીચે લઈ જવામાં થોડી મિનિટો લે છે. લોકોને સાખલાનું આ મશીન ગમ્યું અને તેનું ખૂબ વેચાણ થયુ. આ છે અરવિંદ સાખલાનું દેશી એન્જીનિયરિંગથી નિર્મિત લોરિંગ મશીન.આ મશીન બોરિંગથી મોટરને ખેંચવા માટે અને રિપેર થયા બાદ ફરી અંદર રાખવાનું સરળ કામ કરે છે. આ મશીનની ઘણી માંગ છે.

આ રીતે સામે આવ્યુ ગાજર ધોવાનું મશીન
અગાઉ અરવિંદ તેના ખેતરોમાં મરચાંનો પાક ઉગાડતો હતો. મરચાના ઉત્પાદનમાં મથાનીયા આખા રાજસ્થાનમાં પ્રખ્યાત છે. પરંતુ સાંખલાએ જોયું કે મરચાના પાકને રોગ થવા માંડ્યો છે. પાણીનું સ્તર પણ નીચે જઈ રહ્યું હતુ. તેથી તેણે મરચાને બદલે ગાજરનો પાક લેવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં અહીંથી ગાજરની 25 જેટલી ટ્રક જવા લાગી. હવે સમસ્યા હતી ગાજરની માટીને સાફ કરવાની અને ધોવાની. હાથથી આ કરવા માટે ઘણો સમય અને મહેનત કરવી પડે છે. આ રીતે, સામે આવ્યુ ડ્રમ અને એંજિનના જુગાડમાંથી બનાવેલું આ ગાજર ધોવાનું મશીન.

જ્યારે લોરિંગ અને ગાજર ધોવાના મશીનની માંગ વધી, તો સાંખલાએ વિજયલક્ષ્મી એન્જીનિયરિંગ વર્કર્સના નામથી કૃષિ યંત્ર બનાવવાની વર્કશોપ ખોલી દીધી. તે બાદ તેમણે લસણ, ફુદીના અને મરચા કાઢીને સાફ કરવાનું મશીન બનાવ્યુ હતુ.

અરવિંદ સાંખલાએ લસણ કાઢવા માટે આ મશીન બનાવ્યુ હતુ. સામાન્ય રીતે હાથેથી લસણને કાઢવું મુશ્કેલ હોય છે. તેનાંથી હાથોમાં બળતરા થાય છે. હવે લગભગ 15000 રૂપિયાનાં ખર્ચે આ બનેલું આ મશીન સરળતાથી લસણને નીકાળી દે છે.

આ મરચા સાફ કરવાનું મશીન છે. આ મશીનથી 250 કિલો મરચા ફક્ત એક કલાકમાં જ સાફ થઈ જાય છે. આ મશીન 4000થી 75000 રૂપિયા સુધીમાં વેચાય છે.

અરવિંદ સાખલાએ તે સાબિત કરી દીધુ છેકે, કંઈક કરવા માટે ક્રિએટિવ હોવું જરૂરી છે. આજે અરવિંદ દેશી ટેક્નિકથી કૃષિ યંત્ર તૈયાર કરનારા સૌથી સફળ અને ડિગ્રીવગરનાં એન્જીનિયર છે.

error: Content is protected !!